અભ્યાસ અને દસ્તાવેજ
સોશીયલાઝીંગ અ રીવર એન્ડ ઈનકલુઝીવ ગ્રોથ
સા.રી.ફ્ર.ડે.કો.લી. અને અ.મ્યુ.કો. દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ આ દસ્તાવેજ, ઉપયોજનાઓનું વિવરણ રજૂ કરે છે જે અત્યાર સુધી થયેલ વિકાસ પ્રોજેક્ટના સર્વગ્રાહી તેમજ સામાજિક વિકાસની સંભાવનાઓ રજૂ કરે છે.
ફિસીબીલીટી રિપોર્ટ
સાબરમતી રિવરફ્રન્ટના વિકાસની દરખાસ્ત માટે વર્ષ ૧૯૯૮ માં ઍન્વાયર્મેન્ટ પ્લાનીંગ કોલોબ્રેટિવ (ઈ.પી.સી.) દ્વારા ફિસીબીલીટી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં તકનીકી વિશ્લેષણ અને પ્રોજેક્ટના વિવિધ પાસાઓ માટેની આવશ્યકતાઓનો સમાવેશ થતો હતો – જેમ કે
- નદીની ભૌતિક પરિસ્થિતિ
- નદીની જળશક્તિ
- જમીન નવપ્રાપ્તિ અને સુગઠિત કિનારા
- જમીનની માલિકી
- પાણીનો સંગ્રહ
- ભૂગર્ભ જળ રિચાર્જ
- જમીનનો ઉપયોગ અને રોડ નેટવર્ક
- આંતર માળખાકીય સુવિધાઓ
- પુનર્વસન અને પુનરુત્થાન
- અમલીકરણ વ્યૂહરચના
- યોજના ખર્ચ અને આવકની સંભાવના
- નાણાંની વ્યવસ્થા, એસઆરએફડીસીએલનું બંધારણ
- વિકાસ વ્યવસ્થાપન
NIH, રુરકી દ્વારા હાઇડ્રોલિક સ્ટડીઝ
આ રિપોર્ટ ફેબ્રુઆરી ૨૦૦૭ માં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હાયડ્રોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ અભ્યાસનો ઉદ્દેશ્ય બાંધકામ મુજબ નદીની પાણી વહન કરવાની શક્યતા તથા તેની ચકાસણી કરવાનો હતો.
આ રિપોર્ટ દ્વારા સુનિશ્ચિત થયું હતું કે નિશ્ચિત બંધને કારણે નદીની પ્રાકૃતિક વહન ક્ષમતામાં ઘટાડો નહીં થાય.
SRFD - એન ઓપોરચ્યુનીટી ફોર અર્બન રિન્યુઅલ
આ લેખ ઇટાલિયન જર્નલ - Paesaggio Urbano ના એપ્રિલ, ૨૦૧૧ ના અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
રિવરફ્રન્ટ નો પુનઃવિકાસ
આ લેખ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર બિમલ પટેલ દ્વારા કે જેનું મેટ્રોપોલીસ પ્રકાશનમાં નેશનલ ઇન્સ્ટિટ્યુટ અર્બન અફેર્સ સાથે એસોસિયેશન છે.
આ પુસ્તક લોકો, પ્રોજેક્ટ અને ભારતીય ઉપખંડમાં બદલતા વિચારોની રૂપરેખા છે.
એન ઓલટરનેટ પ્રસ્પેકિટવ
આ લેખ લેન્ડસ્કેપ આર્કિટેક્ચર જર્નલ ના જુલાઈ - સપ્ટેમ્બર ૨૦૧૨ ના અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
SRFD - રિવીટલાઈઝીગ ધ હાટૅ ઓફ અમદાવાદ
આ લેખ લેન્ડસ્કેપ આર્કિટેક્ચર જર્નલ ના એપ્રિલ - જૂન ૨૦૧૨ ના અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ
આ લેખ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર Anne-Katrin Fenk અને Karsten Scheffer દ્વારા ટોપોસ - વોટર રિસોર્સ એન્ડ થ્રેટ, ૬૮, ૨૦૦૯ ના અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
સાબરમતી: વધારશે અમદાવાદનું સોદર્ય
આ લેખ ચિત્રલેખામાં ડિસેમ્બર ૨૦૦૫ ના અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ
આ પ્રેઝેંટેશન સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને તેના અંતર્ગત વિઝન અને હેતુઓનો સંક્ષિપ્ત ખ્યાલ આપે છે.