સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ

ઓર્ગેનાઇઝેશન

મે, ૧૯૪૭ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (અ.મ્યુ.કો.) ઇન્ડિયન કંપનીઝ એક્ટ, ૧૯૫૬ ની કલમ ૧૪૯(૩) હેઠળ ખાસ હેતુ વાહન (એસ.વી.પી.) તરીકે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (સા.રી.ફ્ર.ડે.કો.લી.)ની સ્થાપના કરી. સા.રી.ફ્ર.ડે.કો.લી. ને રિવરફ્રન્ટનાં નિર્માણ, સારસંભાળ,સંચાલન અને સ્થળાંતર (બી.ઓ.એમ.ટી.)ના આધારે રિવરફ્રન્ટનાં વિકાસની જવાબદારીનાં વિશ્વાસ સાથે રૂ. ૯ કરોડની આરંભિક મૂડી ફાળવવામાં આવી હતી. મ્યુનિસિપાલિટીની નિર્ણય પ્રક્રિયામાં થતો વિલંબ અટકાવવા માટે એસ.વી.પી. મોડેલ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નદીનાં પટની જમીન, કે જે મૂળભૂત રીતે ગુજરાત સરકારની માલિકીની હતી, તેને અ.મ્યુ.કો.ને તબદીલ કરવામાં આવી હતી. બદલામાં અ.મ્યુ.કો.એ આ પુનઃપ્રાપ્ત કરેલ જમીનનાં વિકાસનાં અધિકારો સા.રી.ફ્ર.ડે.કો.લી ને આપ્યા હતા.

રિવરફ્રન્ટ હાઉસ

રિવરફ્રન્ટ હાઉસનહેરુ બ્રિજ પાસે આવેલ છે જ્યાંથી નદીનો નજારો મળે છે. તે અમદાવાદ ના સૂચિત વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્રિય બિઝનેસ ડિસ્ટ્રિક્ટના કેન્દ્રમાં સ્થિત છે. તેની ડિઝાઇન કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ છે અને તેની ડિઝાઇન જાહેર બગીચા અને પ્લાઝા સાથે જોડાયેલી છે.

પુરસ્કાર અને ઉપલબ્ધીઓ

  • ૨૦૦૬ - “અર્બન ડિઝાઇન એન્ડ કોન્સેપ્ટ” ઉપલબ્ધિ માટે પ્રધાનમંત્રી એવોર્ડ– શ્રેષ્ઠ પ્રદર્શન માટે એવોર્ડ
  • ૨૦૦૬ -નેશનલ સેફ્ટી કાઉન્સીલ ઓફ ઈન્ડિયા – સુરક્ષા એવોર્ડ (પ્રશંસા પત્ર)

અભ્યાસ અને દસ્તાવેજ

સોશીયલાઝીંગ અ રીવર એન્ડ ઈનકલુઝીવ ગ્રોથ
સા.રી.ફ્ર.ડે.કો.લી. અને અ.મ્યુ.કો. દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ આ દસ્તાવેજ, ઉપયોજનાઓનું વિવરણ રજૂ કરે છે જે અત્યાર સુધી થયેલ વિકાસ પ્રોજેક્ટના સર્વગ્રાહી તેમજ સામાજિક વિકાસની સંભાવનાઓ રજૂ કરે છે.