સ્ટ્રીટ્સ

સા.રી.ફ્ર.ડે. ના માર્ગો વિવિધ વપરાશકર્તાઓ માટે યોગ્ય પરિવહન માર્ગ તરીકે અને જાહેર ક્ષેત્રનું વિસ્તરણ બની રહે તે માટે સંભાળપૂર્વક અને ઈરાદાપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યા છે.
 
સા.રી.ફ્ર.ડે. ના માર્ગો નદીના બંને કાંઠે નદીને સમાંતર છે અને ત્યાંથી સહેલાઈથી વિકસિત રિવરફ્રન્ટ પર પહોંચી શકાય છે. મુખ્ય સ્થળોએ આવેલ ઉપમાર્ગો સા.રી.ફ્ર.ડે. ના માર્ગોને બાકીના શહેર સાથે જોડે છે.
 
તમામ સા.રી.ફ્ર.ડે. ના માર્ગો પર સાઇકલ ટ્રેક સહિત ખાસ રાહદારી રસ્તાઓ, પાર્કિંગ માટેની જગ્યા, અને ૬ મીટર/૨૦ ફૂટ પહોળા વાહન માટેના રસ્તાઓ છે. માર્ગોની બંને બાજુએ આવેલ પ્રવેશમાર્ગો જરૂર અનુસાર વર્તમાન અને ભાવિ રિવરફ્રન્ટમાં પ્રવેશ માટેની સુવિધા પૂરી પાડે છે. પ્રવેશમાર્ગો બાદ માળખાગત સેવાઓ આવેલ છે, અને વરસાદી પાણીની લાઈનો રોડની મધ્યેથી પસાર થાય છે.

ઈસ્ટ રિવર ડ્રાઈવ

શહેરના પૂર્વ વિસ્તારમાં પશ્ચિમ વિસ્તારની જેમ ઉત્તર અને દક્ષિણ વિસ્તારને જોડતો આશ્રમ રોડ જેવો ધોરીમાર્ગ નથી. ઈસ્ટ રિવર ડ્રાઈવ, ઉત્તરે એરપોર્ટથી આંબેડકર બ્રિજ સુધી કોઈપણ અંતરાય વિના મુસાફરી માટેની આ જરૂરિયાતને પૂરી પાડે છે.
 
પૂર્વ કાંઠે સા.રી.ફ્ર.ડે. ના માર્ગોની પહોળાઈ ૩૦ મીટર છે. તમામ સા.રી.ફ્ર.ડે. ના માર્ગો પર સાઇકલ ટ્રેક સહિત ખાસ રાહદારી રસ્તાઓ, પાર્કિંગ માટેની જગ્યા, અને ૬.૭૫ મીટર/૨૨ ફૂટ પહોળા વાહન માટેના રસ્તાઓ છે. માર્ગોની એક અથવા બંને બાજુએ આવેલ પ્રવેશમાર્ગો જરૂર અનુસાર વર્તમાન અને ભાવિ રિવરફ્રન્ટમાં પ્રવેશ માટેની સુવિધા પૂરી પાડે છે. પ્રવેશમાર્ગો બાદ માળખાગત સેવાઓ આવેલ છે, અને વરસાદી પાણીની લાઈનો રોડની મધ્યેથી પસાર થાય છે.

વેસ્ટ રિવર ડ્રાઈવ

પશ્ચિમ કાંઠે, આશ્રમ રોડ અવિરતપણે ઉત્તર-દક્ષિણમાં શહેરને જોડે છે, અને શહેરી માર્ગોના માળખામાં સા.રી.ફ્ર.ડે. ના માર્ગો જરૂરિયાત પ્રમાણે એકબીજા સાથે જોડાયેલા છે. નિઃશંકપણે આશ્રમ રોડ શહેરના પશ્ચિમ હિસ્સામાં મુખ્ય ધોરીમાર્ગ છે, અને સા.રી.ફ્ર.ડે. ના માર્ગો વૈકલ્પિક માર્ગો પૂરા પાડે છે અને માર્ગોના નેટવર્કને વધુ સક્ષમ બનાવે છે.
 
પશ્ચિમ કાંઠે સા.રી.ફ્ર.ડે. ના માર્ગોની પહોળાઈ ૨૫ મીટર છે. તમામ સા.રી.ફ્ર.ડે. ના માર્ગો પર સાઇકલ ટ્રેક સહિત ખાસ રાહદારી રસ્તાઓ, પાર્કિંગ માટેની જગ્યા, અને ૬ મીટર/ ૨૦ ફૂટ પહોળા વાહન માટેના રસ્તાઓ છે. માર્ગોની એક અથવા બંને બાજુએ આવેલ પ્રવેશમાર્ગો જરૂર અનુસાર વર્તમાન અને ભાવિ રિવરફ્રન્ટમાં પ્રવેશ માટેની સુવિધા પૂરી પાડે છે. માળખાગત સેવાઓ પ્રવેશમાર્ગો બાદ આવેલ છે, અને વરસાદી પાણીની લાઇન રોડની મધ્યમાંથી પસાર થાય છે.