માસ્ટર પ્લાન

રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બાજુએ નદીનો સાર્વજનિક કિનારાનું સર્જન કરવાની ખૂબ મોટી તક પૂરી પાડે છે. નદીને સતત ૨૬૩મીટરની પહોળાઈ સુધી પ્રવાહિત કરીને, નદીના પટની જમીનમાં પુરાંત કરીને બંને કાંઠે ૧૧.૨૫ કિમીનો સાર્વજનિક રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેના ફળ સ્વરૂપે આશરે ૨૦૪.૯૧ હેક્ટર ઉપયોગી જમીન ઉપલબ્ધ કરવામાં આવી છે.
 
પુનઃપ્રાપ્ત કરેલ વિસ્તારમાં જમીનને વપરાશ માટે ફાળવતી વખતે ધ્યાનમાં લેવામાં આવેલ મુખ્ય બાબતો: નદીની આસપાસ વર્તમાન જમીનનો ઉપયોગ; પુનઃપ્રાપ્ત કરેલ ઉપલબ્ધ જમીનનું પરિમાણ, સ્થળ અને સાપેક્ષ સ્થિતિ; વિકાસ માટેની સંભાવના; બંધારણીય રોડ નેટવર્ક અને શહેરની ગોઠવણ; અમદાવાદ વિકાસ યોજનામાં પ્રસ્તાવિત પુલો, અને જરૂર પૂરતી સુવિધાઓ પૂરી પાડવાની સંભાવના. 
 

જમીન વપરાશ

પુનઃપ્રાપ્ત કરેલ વિસ્તારમાં વપરાશ માટે જમીન ફાળવતી વખતે ધ્યાનમાં લેવામાં આવેલ મુખ્ય બાબતો જેવી કે નદીની આસપાસ વર્તમાન જમીનનો ઉપયોગ; પુનઃપ્રાપ્ત કરેલ ઉપલબ્ધ જમીનનું પરિમાણ, સ્થળ અને સાપેક્ષ સ્થિતિ; વિકાસ માટેની સંભાવના; બંધારણીય સ્ટ્રીટ નેટવર્ક અને શહેરની ગોઠવણ; અમદાવાદ વિકાસ યોજનામાં પ્રાયોજિત પુલો, અને જરૂર પૂરતી સુવિધાઓ પૂરી પાડવાની સંભાવના.

સ્ટ્રીટ નેટવર્ક

આ પ્રોજેક્ટનો હેતુ જમીન પુનઃપ્રાપ્ત કરીને સમગ્રપણે તેની ઉપયોગિતા વધારીને અમદાવાદના રિવરફ્રન્ટને જાહેર અસ્ક્યામત બનાવવાનો છે. ઉત્તર-દક્ષિણ દિશામાં માર્ગની જોગવાઈ શહેરના વર્તમાન પરિવહન નેટવર્કને મજબૂત બનાવશે.

રિવરફ્રન્ટ અને ત્યાં ઊભી કરવામાં આવેલી સગવડોનો વધુ સારી રીતે લાભ મેળવવા માટે, નદી સુધી જતાં માર્ગોને સુયોજિત કરવામાં આવશે અને કેટલાક નવા માર્ગો વિકસાવવામાં આવશે. મોટાભાગના પ્રાયોજિત માર્ગો બાંધકામ હેઠળ છે. નવા માર્ગો, પહોળી ફૂટપાથો અને ખાસ સાઇકલ ટ્રેક્સ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેથી રાહદારીઓને નદી સુધી આકર્ષી શકાય અને તેમની સુવિધાઓમાં વધારો થઈ શકે.

મનોરંજન

આ પ્રોજેક્ટનો હેતુ અમદાવાદના હાર્દમાં બગીચાઓ, નદીકાંઠે પ્રોમનાડ, બજારો, સાંસ્કૃતિક અને મનોરંજનને લગતી સુવિધાઓનું સમૃદ્ધ, જન-કેન્દ્રિત નેટવર્ક ઊભું કરીને શહેરના રિવરફ્રન્ટમાંથી સાર્વજનિક અસ્ક્યામતનું સર્જન કરવાનો છે.
 
આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ છે નદીના દરેક કાંઠે પાણીની બાજુમાં દ્વિ-સ્તરીય,અવિરત પ્રોમનાડ એટલે કે વોક વે. સાથે મળીને, આ પ્રોમનાડ શહેરના મધ્યમાં 11.5 કિ.મી. લાંબો રાહદારીઓ માટેનો ચાલવાનો માર્ગ પૂરો પાડે છે. લોઅર લેવલ પ્રોમનાડ પર થોડા થોડા અંતરે બનાવેલા ઘાટ પાણી સુધી પહોંચવાની સુવિધા પૂરી પડે છે. લોઅર લેવલે બનાવેલા બોટિંગ સ્ટેશન પાણી આધારિત મનોરંજનની સુવિધાઓ શક્ય બનાવે છે અને ભવિષ્યમાં પાણી આધારિત જાહેર પરિવહનની સુવિધાની સંભાવના શક્ય બનાવે છે.
 
આ ઉપરાંત, પુનઃપ્રાપ્ત કરેલી જમીન પર ઘણા નવા પાર્ક, બગીચાઓ અને ખેલકૂદની સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે. જે તે વિસ્તારમાં આવેલા પાર્ક તે વિસ્તારના જીવનધોરણમાં સુધારો કરશે અને શહેરની હરિયાળીને મજબૂત કરશે.

ડેવલપમેન્ટ સાઇટ્સ

આ પ્રોજેક્ટમાં નાણાંકીય દૃષ્ટિએ સ્વાવલંબી છે, એટલે કે કોઈપણ સરકાર પાસે મેળવેલા ભંડોળ પર નિર્ભર રહ્યા વિના લક્ષ્યાંકો હાંસલ કરી શકાય. પરત મેળવેલ જમીનનો નાનો હિસ્સો વ્યાવસાયિક વિકાસ માટે વેચવામાં આવશે, જેથી રિવરફ્રન્ટના વિકાસ અને વ્યવસ્થાપનની ચુકવણી માટે પર્યાપ્ત સ્રોતોનું સર્જન થઈ શકે. રિવરફ્રન્ટ પર નિર્માણ કરવામાં આવતાં ખાનગી બાંધકામોનું ઘનફળ આધારિત વિશેષ કાયદાકીય જોગવાઇઓ હેઠળ નિયમન કરવામાં આવશે જેથી રિવરફ્રન્ટ પરના બાંધકામનું વાતાવરણ સુગઠિત રહે અને સ્કાયલાઇન યાદગાર રહે.

અન્ય સુવિધાઓ

આ પ્રોજેક્ટમાં શહેરને નવી અને વધુ મૂલ્યવાન સુવિધાઓ આપવા માટે અને ખાસ જરૂરિયાતવાળા વર્ગોને સામેલ કરી શકાય તે માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં ફેરિયાઓના સમાવેશ માટે બજારો અને વેચાણ વિસ્તારોની જોગવાઈ, ધોબી સમાજ માટે લૉન્ડ્રીની સગવડ, વ્યાપારી વર્ગ માટે વ્યાવસાયિક મેળાવડાના સંકુલની સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનામાં મોટાપાયે ખાનગી રહેલ રિવરફ્રન્ટને જાહેર ક્ષેત્ર હેઠળ આવરી લઈને ઉદ્યાનો, નદીકિનારે વોક વે, બજારો, સાંસ્કૃતિક સંસ્થાનો, આનંદ પ્રમોદની પ્રવૃતિઓ અને શહેરના પચાસ લાખ રહેવાસીઓ માટે વ્યાવસાયિક સુવિધાઓના વિકાસનો સમાવેશ થયો છે.