પાર્કસ અને ગાર્ડન્સ

આ પ્રોજેક્ટ હેઠળ આશરે સિત્તેર હેક્ટર, એટલે કે પુનઃપ્રાપ્ત કરેલ જમીનમાંની લગભગ ચોથા ભાગ (૨૬%) ની જમીનનો ઉપયોગ શહેરની મધ્યમાં સાર્વજનિક જગ્યાના સર્જન માટે કરવામાં આવેલ છે. આ ખુલ્લી જગ્યાઓમાં જાહેર ઉદ્યાનો અને બગીચાઓથી લઈને આચ્છાદિત પ્લાઝા અને શહેરી જંગલોનો સમાવેશ થાય છે. આ ઉદ્યાનો આસપાસના વિસ્તારની જીવનશૈલીમાં સુધારો કરશે અને શહેરને ખાસ જરૂરી એવી હરિયાળી અને ગીચ બંધિયાર વાતાવરણમાંથી રાહત આપશે.

ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક

આ પાર્ક રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બનાવેલા ઘણાં જાહેર બગીચાઓમાંનું એક છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આ પાર્કને અર્બન રીટ્રીટમાં રૂપાંતરિત કરવાનો છે અને શહેરના પશ્ચિમ ભાગમાં ગ્રીન સ્પેસ નેટવર્કને મજબૂત બનાવવાનો છે. ૧.૮૫ હેકટર માં ફેલાયેલું આ પાર્ક મુલાકાતીઓને શહેરની કોંક્રિટ જગ્યાઓમાં વિલુપ્ત થયેલ પ્રકૃતિ સાથે પોતાને ફરીથી જોડવાની તક પૂરી પાડે છે.

શાહીબાગ રિવરફ્રન્ટ પાર્ક

૬.૨ હેક્ટર માં ફેલાયેલું આ અર્બન પાર્ક સાબરમતી આશ્રમની સામેના કાંઠે સ્થિત છે અને જેમાં ૧.૫ કિમી નો લાંબો ગ્રીન પટ્ટો છે. આ પાર્કમાં ઘણા આકર્ષણો છે જેમ કે વોકિંગ એરિયા, સન ડાયલ, એમ્ફીથિટર, થોટ ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ એરિયા ની સાથે સ્ટ્રીટ એરિયા અને શોપિંગ પ્લાઝાનો પણ સમાવેશ થાય છે. આ પાર્ક માં તમે એક જ જગ્યા પર બેસીને આરામ કરી શકો છો. આ પાર્ક સુભાષ બ્રિજ અને દધીચિ બ્રિજની વચ્ચે સ્થિત છે.

રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક

પ્રાકૃતિક સુંદરતાને માણવા માટે, ખુશી અને આંનદનો અનુભવ કરવા માટે ફ્લાવર પાર્ક  વિવિધ પ્રકારના ફૂલો પ્રદાન કરે છે. એલિસબ્રીજ નજીક આવેલા ફૂલોથી ભરેલા આ ગાર્ડનમાં ૭૨ થી વધુ પ્રકારનાફૂલો છે.આ ગાર્ડનને સુગંધ, તેના વિષય વસ્તુ, પાંદડાના રંગ અને અન્ય ઘણી વસ્તુઓના આધાર પર તેને અલગ તારવવામાં આવ્યો છે.આ ૩.૮૫ હેક્ટર ગાર્ડનમાં વેલી ઓફ ફ્લાવર પણ છે જેમાં ફૂલોની વિવિધતા એક જ જગ્યા પર જોવા મળે છે.

રિવરફ્રન્ટ બાયોડાયવર્સીટી પાર્ક

૯ હેક્ટરમાં પથરાયેલું આ પાર્ક સ્થળાન્તરિત તેમજ નિવાસી પક્ષીઓ માટે એક આદર્શ રહેઠાણની વૈકલ્પિક સુવિધા પુરી પડશે અને આ પાર્ક વાસના બેરેજના કિનારા પર તેમજ આંબેડકર બ્રિજની નજીક આવેલ છે. આ પાર્ક માં ૫૦૦૦ થી પણ વધારે વૃક્ષો અને વિલુપ્ત થતી વનસ્પતિઓ આવેલ છે. આ બાયોડાયવર્સીટી પાર્ક લોકો ને શહેરના ઘોંઘાટ થી દૂર એકાંત પૂરું પડશે.

રિવરફ્રન્ટ ચિલ્ડ્રન પાર્ક

રમતના માધ્યમથી બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ દ્વારા સર્વગ્રાહી સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ડફનાળા નજીક આવેલ રિવરફ્રન્ટ ચિલ્ડ્રન પાર્ક યોગ્ય સ્થાન છે. 0.૫૫ હેક્ટરમાં આવેલ આ ગાર્ડનમાં બાળકો માટે વિશાળ પ્લે એરિયા આવેલ છે  જેમાં હિંચકા, ઉંચક નીચક, લપસણી વગેરે જેવી રમતની સુવિધાઓ આવેલ છે. આ ઉપરાંત આ પાર્કમાં બાળકો માટે ખાસ મ્યુઝિકલ ફાઉંટેઈન પણ છે જેના થી બાળકો ને મ્યુઝિક સાથે હિંચકવાની તક પુરી પડે છે. અન્ય તમામ લોકો માટે આ મ્યુઝિકલ ફાઉંટેઈન અને ગ્રીન પાર્ક તેમના તણાવને મુક્ત કરવામાં અને જીવનને સંપૂર્ણ રીતે જીવવામાં મદદ કરે છે.

બી . જે. પાર્ક

૧. ૭ હેક્ટર માં ફેલાયેલું આ અર્બન પાર્ક એલિસબ્રિજ અને નહેરુબ્રિજની વચ્ચે સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમે સ્થિત છે. આ પાર્ક માં ૪૦ થી ૫૦ વર્ષ જુના ૧૭૦ વૃક્ષો ખુબજ માવજત થી સાચવવા માં આવ્યા છે. આ પાર્કનો ઉદ્દેશ શહેરની મધ્યમાં ગ્રીન સ્પેસ નેટવર્કને મજબૂત બનાવવા તેમજ આસપાસના વિસ્તારની જીવનશૈલીમાં સુધારો કરવાનો છે. આ પાર્કમાં ઘણા આકર્ષણો છે જેમ કે વોકિંગ એરિયા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓપન જિમ્નેશિયમ, ફાઉંટેઈન વગેરે.

મિયાવાકી પ્લાન્ટેશન

પ્રથમ વખત, નદીની પૂર્વ અને પશ્ચિમ બાજુએ ૬૭૦૦૦  થી વધુ વૃક્ષોના રોપાઓ નું વાવેતર કરવામાં આવેલ  છે . આ વાવેતર મિયાવાકી પદ્ધતિથી કરવામાં આવ્યું છે જે એક જાપાની વનસ્પતિશાસ્ત્રી અને વનસ્પતિ ઇકોલોજિસ્ટ- અકીરા મિયાવાકી દ્વારા વિકસિત જાપાની તકનીક છે. આ પદ્ધતિમાં બહુ-સ્તરવાળા  રોપાઓનું એકબીજાની નજીક વાવેતર કરવામાં આવે છે. તે  સૂર્યપ્રકાશને જમીન પર પહોંચતા અટકાવે છે જેથી નીંદણ અટકે અને જમીન ભેજવાળી રહે. એકબીજાની નજીક કરેલ વાવેતર ના લીધે  છોડ ફક્ત ઉપરથી સૂર્યપ્રકાશ મેળવે છે, આમ રોપાઓનો  ફક્ત ઉપરની બાજુ જ વધારો થાય છે.. રોપાઓ નજીક ઉગાડવાથી વધુ વૃક્ષો વાવવા માટેની જગ્યા  પણ મળી રહે છે.