અટલ બ્રિજ

અટલ બ્રિજ

આ આઇકોનિક અટલ બ્રિજ દેશનો આ પ્રકારનો પહેલો બ્રિજ છે. તે સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડશે. તેની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પર થી લીધેલી છે. તેની માટે પસંદ કરેલા રંગો પણ પતંગની છાંટ દેખાડે છે. નદીની ઉપરથી ચાલવાનો આનંદ માણવા માટે, આ ગ્લાસ ફુટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવેલ છે. આ પુલ ફક્ત ચાલવાના હેતુ માટે જ છે અને બ્રિજ પરથી લોકો નદીની સુંદરતા માણી  શકે તે  માટે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે..