ઇવેન્ટ સેંટર

ઇવેન્ટ સેંટર

રિવરફ્રન્ટ પર ઐતિહાસિક તેમજ રાષ્ટ્રીય દૃષ્ટિએ મહત્વ ધરાવતા કાર્યક્રમોનાં આયોજનની પરંપરા રહી છે. આ જ પરંપરાને જાળવી રાખવા માટે તેમજ સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનાં આયોજન માટે મોટાપાયે જગ્યાની સુવિધા ઊભી કરવા માટે ઇવેન્ટ સેંટરનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેંટર નદીને કાંઠે યોજનાબદ્ધ રીતે કાર્યક્રમોનાં આયોજન માટે માળખાગત સુવિધાઓ પૂરી પાડે છે. તેમાં બેક સ્ટેજની સુવિધા સાથેનું સ્ટેજ, વીઆઇપી લાઉંજ, નિર્ધારિત પાર્કિંગ, કાર્યક્રમોનાં હૉલ માટે વિભાગો,બગીચાનો વિસ્તાર અને લાઇટિંગની સુવિધાનો સમાવેશ થાય છે.
 
સાબરમતી રિવરફ્રન્ટની ઓળખમાં વધારો કરે અને સા.રી.ફ્ર.ડે.કો.લી ને આવકનો યોગ્ય સ્ત્રોત પૂરો પાડે તે રીતે વ્યાપારી, શૈક્ષણિક અને આનંદ પ્રમોદની તકો પૂરી પાડે તેવા કાર્યક્રમોનું આયોજનને પ્રાધાન્ય આપવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવે છે.