કાયદાકીય

આ વેબસાઇટમાં આપવામાં આવેલ માહિતી જાણકારીના હેતુથી આપવામાં આવેલી છે. આ માહિતી સા.રી.ફ્ર.ડે.કો.લી. દ્વારા પૂરી પાડવામાં આવી છે અને અમે આ માહિતીને અદ્યતન અને સાચી રાખવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અમે વેબસાઇટ કે તેમાં રહેલ માહિતી કે સેવાઓની અથવા વેબસાઇટમાં કોઈપણ હેતુ માટે દર્શાવવામાં આવેલ સંબંધિત તસ્વીરોની વ્યક્ત કે અવ્યક્ત પૂર્ણતા, ચોકસાઇ, વિશ્વસનીયતા, યોગ્યતા અથવા ઉપલબ્ધતા અંગે કોઈ જ બાંયધરી કે ખાતરી આપતાં નથી. આથી આવી કોઈપણ માહિતી પર સ્પષ્ટપણે તમારા જોખમે અવલંબન રાખવાનું રહેશે.

આ વેબસાઇટના ઉપયોગથી કે તેની સાથે સંકળાયેલી બાબતોથી કોઈપણ માહિતી કે લાભમાં નુકસાન કે ખોટ થશે અથવા અપ્રત્યક્ષ અથવા પરિણામ સ્વરૂપે કોઈ નુકસાન કે ખોટ થશે તો તેના માટે કોઈપણ મર્યાદા સુધી અમે જવાબદાર રહીશું નહીં.

આ વેબસાઇટ દ્વારા તમે અન્ય વેબસાઇટ્સ સાથે જોડાઈ શકશો જે સા.રી.ફ્ર.ડે.કો.લી. ના નિયંત્રણ હેઠળ નથી. અમે તે વેબસાઈટ્સના પ્રકાર, માહિતી અને ઉપલબ્ધતા વિષે કોઈ જ નિયંત્રણ ધરાવતા નથી. કોઈપણ લિંક્સ સામેલ કરવાથી અમે તેમાં વ્યક્ત કરાયેલ વિચારોને સમર્થન કે પ્રોત્સાહન આપતાં નથી.

વેબસાઇટને સરળ અને કાર્યરત રાખવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. છતાં, અમારા નિયંત્રણ હેઠળ ન હોય તેવા તકનીકી કારણોને લીધે હંગામી ધોરણે વેબસાઇટ ઉપલબ્ધ ન હોય તો તે માટે અમારી કોઈ બાંયધરી કે જવાબદારી રહેશે નહીં.

આ વેબસાઇટ અને તેમાં રહેલી માહિતી સા.રી.ફ્ર.ડે.કો.લી. ના કોપીરાઇટ છે. સર્વ હક્ક આરક્ષિત છે.

નીચેના સિવાય અન્ય કોઈપણ હેતુઓ માટે કોઈપણ પ્રકારે વેબસાઇટની માહિતીની પુનઃવહેંચણી કે પુનઃસર્જન નિષેધ છે.

તમે તમારા અંગત અને બિનવ્યાવસાયિક ઉપયોગો માટે અંગત હાર્ડ ડિસ્કમાં માહિતી ડાઉનલોડ કે પ્રિન્ટ કરી શકો છો. તમે વેબસાઇટને માહિતીના સ્ત્રોત તરીકે દર્શાવીને અન્ય ત્રાહિત વ્યક્તિઓ કે સંસ્થાઓ માટે માહિતીની નકલ કરી શકો છો. તમે અમારી લેખિત મંજૂરી મેળવ્યા વિના, માહિતીને વહેંચી શકશો કે વ્યાવસાયિક હેતુથી ઉપયોગમાં લઈ શકશો નહીં. તમે તેનો અન્ય વેબસાઇટ અથવા અન્ય પ્રકારની ઈલેક્ટ્રોનિક રિટ્રીવલ સિસ્ટમમાં કોઈપણ પ્રકારે સંગ્રહ કરી શકશો નહીં.