બિઝનેસ વિથ રિવરફ્રન્ટ

વેચાણ માટેની જમીન

પ્રોજેક્ટમાં નાણાંની સ્વ-વ્યવસ્થાનો ઉદ્દેશ છે, એટલે કે કોઈપણ સરકાર પાસે મેળવેલા ભંડોળ પર નિર્ભર રહ્યા વિના લક્ષ્યાંકો હાંસલ કરી શકાય. પરત મેળવેલ જમીનનો નાનો હિસ્સો વ્યાવસાયિક વિકાસ માટે વેચવામાં આવશે, જેથી રિવરફ્રન્ટના વિકાસ અને વ્યવસ્થાપનની ચુકવણી માટે પર્યાપ્ત સ્રોતોનું સર્જન થઈ શકે.
રિવરફ્રન્ટ પર નિર્માણ કરવામાં આવતાં ખાનગી બાંધકામોનું વિસ્તાર આધારિત કાનૂનો હેઠળ નિયમન કરવામાં આવશે જેથી રિવરફ્રન્ટ પરના બાંધકામનું વાતાવરણ સંવાદી રહે અને યાદગાર સ્કાયલાઇન રહે તે સુનિશ્ચિત કરી શકાય.

srfdcl-leasing

રિવરફ્રન્ટ હાઉસ પર ઓફિસની જગ્યા ભાડે રાખવા માટે

ઉપલબ્ધ માળ: પહેલો અને પાંચમો.
લઘુત્તમ/ બેઝ ભાડાની રકમ : રૂ.૬૦/ સ્ક્વે. ફિટ (બિલ્ડઅપ જગ્યા પર )
ભાડે આપવાની પ્રક્રિયા: ઈ – ટેન્ડર કમ  હરાજી દ્વારા
ઉદેશ્ય: ઓફિસ.
ભાડા માટેનો સમયગાળો: ૫ વર્ષનો
લોક ઈન પિરિયડ: ૩ વર્ષનો

સાબરમતી રિવરફ્રન્ટ પર ખાણીપીણી ની દુકાનો ભાડે આપવા

૧. રિવરફ્રન્ટ બાયો ડાઇવરસિટી પાર્ક પાસે (પશ્ચિમ)  
   કુલ દુકાનો: ૪ (લેઆઉટ ડ્રોઈંગ)   
   ઉપલબ્ધ દુકાનો: 0
(ફોટોગ્રાફ જોવો)
૨. રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક પાસે (પશ્ચિમ)   
   કુલ દુકાનો: ૧૬ (લેઆઉટ ડ્રોઈંગ)   
   ઉપલબ્ધ દુકાનો: ૧૦
(ફોટોગ્રાફ જોવો)
૩. રિવરફ્રન્ટ ચિલ્ડ્રન પાર્ક પાસે (પૂર્વ)   
   કુલ દુકાનો:: ૩ (લેઆઉટ ડ્રોઈંગ)   
   ઉપલબ્ધ દુકાનો:: 0
(ફોટોગ્રાફ જોવો)
૪. સુભાષ બ્રિજ નીચે (પૂર્વ)   
   કુલ દુકાનો:: ૨ (લેઆઉટ ડ્રોઈંગ)   
   ઉપલબ્ધ દુકાનો:: 0
(ફોટોગ્રાફ જોવો)
૫. સરદાર સ્મારક પાછળ (પૂર્વ)  
   કુલ દુકાનો: ૪ (લેઆઉટ ડ્રોઈંગ)   
   ઉપલબ્ધ દુકાનો: ૦

૬. દધીચિ બ્રિજ નીચે (પૂર્વ)  
   કુલ દુકાનો: ૨૫   
   ઉપલબ્ધ દુકાનો: ૨૩

૭. રિવરફ્રન્ટ હાઉસમાં (પશ્ચિમ)  
    ગ્રાઉન્ડ ફ્લોર પર રેસ્ટોરન્ટ કાર્યરત છે.

અન્ય માહિતી

ભાડે આપવાની પ્રક્રિયા: ટેન્ડર કમ  હરાજી દ્વારા
ભાડા માટેનો સમયગાળો : ૫ વર્ષનો
લોક ઈન પિરિયડ: ૧૧ મહિના

food-outlets

રિવરફ્રન્ટ પર કાર્યક્રમો

રિવરફ્રન્ટ ખાતે સમયાંતરે ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના કાર્યક્રમો સહિત અન્ય કાર્યક્રમોનું આયોજન થતું રહ્યું છે. આ સ્થળે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે વિશાળ પ્રમાણમાં જગ્યાની સુવિધા છે. રિવરફ્રન્ટ ખાતે યોજાતા તમામ કાર્યક્રમો SRFDCLની પ્રાથમિક મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ આયોજિત થાય છે. સાબરમતી રિવરફ્રન્ટની ઓળખ વધારે અને SRFDCLને આવકનો યોગ્ય સ્ત્રોત પૂરો પાડે તે રીતે વ્યાપારી, શૈક્ષણિક અને આનંદ પ્રમોદની તકો પૂરી પાડે તેવા કાર્યક્રમોના આયોજનને પ્રાધાન્ય આપવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવશે.

રિવરફ્રન્ટ પર ફિલ્મીન્ગ

જે લોકો રિવરફ્રન્ટની જગ્યા પર શૂટિંગ કરવાની ઈચ્છા ધરાવતા હોય તેમણે  ઓનલાઇન  અરજી કરી પરવાનગી મેળવવાની રહેશે. શૂટિંગમાં દરેક પ્રકારના મુવિંગ ઇમેજ પ્રોડક્શન જેમાં  ફીચર ફિલ્મ, ટેલિવિઝન સિરિયલ , ટેલિવિઝન વિજ્ઞાપન, કોઈ પણ પ્રકારનું  ઓટિટિ  કન્ટેન્ટ, કોર્પોરેટ પ્રોડક્શન તેમજ  ઇન્ટરેક્ટિવ  મીડિયા નો સમાવેશ થાય છે.