ઓર્ગેનાઇઝેશન

મે, ૧૯૪૭ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (અ.મ્યુ.કો.) ઇન્ડિયન કંપનીઝ એક્ટ, ૧૯૫૬ ની કલમ ૧૪૯(૩) હેઠળ ખાસ હેતુ વાહન (એસ.વી.પી.)તરીકે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (સા.રી.ફ્ર.ડે.કો.લી) ની સ્થાપના કરી. સા.રી.ફ્ર.ડે.કો.લી ને રિવરફ્રન્ટનાં નિર્માણ, સારસંભાળ,સંચાલન અને સ્થળાંતર (બી.ઓ.એમ.ટી.) ના આધારે રિવરફ્રન્ટનાં વિકાસની જવાબદારીનાં વિશ્વાસ સાથે રૂ. ૯ કરોડની આરંભિક મૂડી ફાળવવામાં આવી હતી. મ્યુનિસિપાલિટીની નિર્ણય પ્રક્રિયામાં થતો વિલંબ અટકાવવા માટે એસ.વી.પી. મોડેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નદીનાં પટની જમીન, કે જે મૂળભૂત રીતે ગુજરાત સરકારની માલિકીની હતી, તેને અ.મ્યુ.કો.ને તબદીલ કરવામાં આવી હતી. બદલામાં અ.મ્યુ.કો.એ આ પુનઃપ્રાપ્ત કરેલ જમીનનાં વિકાસનાં અધિકારો સા.રી.ફ્ર.ડે.કો.લી ને આપ્યા હતા.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ

સા.રી.ફ્ર.ડે.કો.લી ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમા ચેરપર્સન ઓફ સા.રી.ફ્ર.ડે.કો.લી, મ્યુનિસિપલ કમિશનર – અ.મ્યુ.કો., ડેપ્યુટી કમિશનર – અ.મ્યુ.કો., પાર્લામેન્ટના ભૂતપૂર્વ સભ્ય, અમદાવાદના મેયર, ચેરમેન ઓફ સ્ટેન્ડિંગ કમિટી – અ.મ્યુ.કો., વિરોધ પક્ષના નેતા – અ.મ્યુ.કો., અમદાવાદના કલેકટર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાઇનાન્સ) નો સમાવેશ થાય છે.