પ્રોજેક્ટ
પ્રસ્તાવના
ઇ.સ. ૧૪૧૧ માં અમદાવાદની સ્થાપનાના સમયથી સાબરમતી નદી શહેરનું અવિભાજ્ય અંગ રહી છે. પાણીનો મહત્વનો સ્રોત હોવા ઉપરાંત, તેણે સાંસ્કૃતિક અને આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં રંગમંચ તરીકે ભાગ ભજવ્યો છે. પાણી ન હોય ત્યારે નદીના પટમાં ખેતી પણ થતી હતી. સમયની સાથે નદીના પટમાં અનૌપચારિક રીતે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ અને રહેણાંક વસાહતોનો વિકાસ થયો હતો.
પ્રોજેક્ટના હેતુઓ
આ પ્રોજેક્ટ સાબરમતી નદીના કાંઠે નદીકિનારાનું અર્થપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાનો અને નદીની ફરતે અમદાવાદની ઓળખ પુનઃવ્યાખ્યાયિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ પ્રોજેક્ટનો ધ્યેય શહેરને નદી સાથે પુનઃ જોડવાનો અને રિવરફ્રન્ટના અવગણના કરાયેલા પાસાઓમાં સકારાત્મકરૂપે પરિવર્તન આણવાની નેમ ધરાવે છે.
માસ્ટર પ્લાન
રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બાજુએ નદીનો સાર્વજનિક કિનારાનું સર્જન કરવાની ખૂબ મોટી તક પૂરી પાડે છે. નદીને સતત ૨૬૩મીટરની પહોળાઈ સુધી પ્રવાહિત કરીને, નદીના પટની જમીનમાં પુરાંત કરીને બંને કાંઠે ૧૧.૨૫ કિમીનો સાર્વજનિક રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેના ફળ સ્વરૂપે આશરે ૨૦૪.૯૧ હેક્ટર ઉપયોગી જમીન ઉપલબ્ધ કરવામાં આવી છે.
ફેઝ ૨ નો પ્રારંભ
ફેઝ ૨ માટેની કામગીરી અંતર્ગત કન્સેપટ પ્લાનિંગ અને ડિઝાઇનિંગ માં સ્ટૅપ્પ્ડ ગ્રીન મલ્ટી લેયર પ્રોમીનાડ, ઉત્તમ માર્ગ નેટવર્ક, એક્ટીવ ગ્રીન પાર્કસ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, એમ્ફીથિએટર વગેરેનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટનો સંપૂર્ણ વિકાસ શહેરી નવજીવન અને પર્યાવરણીય સુધારણા તરફ છે જે નદીને હળવાશ અને મનોરંજનના કેન્દ્રબિંદુ તરીકે પરિવર્તિત કરશે.