સશક્ત વિકાસ

પ્રોજેક્ટની મુખ્ય રૂપરેખામાં નીચેના હેતુઓ હેઠળ વિકાસને સશક્ત બનાવવાનો લક્ષ્યાંક છે:

આવક ઉપાર્જન

આ પ્રોજેક્ટ નાણાંકીય દૃષ્ટિએ સ્વાવલંબી છે, એટલે કે કોઈપણ સરકાર પાસે મેળવેલા ભંડોળ પર નિર્ભર રહ્યા વિના લક્ષ્યાંકો હાંસલ કરી શકાય તે રીતે તેનું આયોજન કરવામાં આવેલ છે. પરત મેળવેલ જમીનનો નાનો હિસ્સો વ્યાવસાયિક વિકાસ તેમજ રિવરફ્રન્ટના વિકાસ અને વ્યવસ્થાપનની ચૂકવણી માટે પર્યાપ્ત સ્રોતોના સર્જન માટે વેચવામાં આવશે. રિવરફ્રન્ટ પર વિકસાવવામાં આવતાં ખાનગી બાંધકામોનું ઘનફળને આધારે વિશેષ કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિયમન કરવામાં આવશે જેથી સુનિશ્ચિત કરી શકાય કે રિવરફ્રન્ટ પરના બાંધકામનું વાતાવરણ સુગઠિત રહે અને સ્કાયલાઇન યાદગાર રહે.

ડેવલપમેન્ટ સાઇટ્સમાં વેચાણ અથવા લાંબા ગાળા માટે ભાડાપટ્ટે આપવા માટે સુનિશ્ચિત કરાયેલ જમીનના ટુકડાઓનો સમાવેશ થાય છે.

sustainable-banner1

આસપાસના વિસ્તારનું પુનરુત્થાન

આ પ્રોજેક્ટનો હેતુ શહેરના કેન્દ્ર વિસ્તારમાં નવી જીવનપદ્ધતિ લાવવાનો અને આસપાસના વિસ્તારનો વ્યાપક પુનરુદ્ધાર કરવાનો છે. મુખ્ય પ્રોજેક્ટમાં પુનઃપ્રાપ્ત કરેલી જમીનના ઉપયોગો નજીકના વિસ્તારમાં જમીનના વર્તમાન ઉપયોગોના સંદર્ભમાં જ નક્કી કરવામાં આવ્યા છે. પ્રોજેક્ટમાં અઢાર સીમાક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે જેમાં ચાલવાની સગવડ અને જાહેર પરિવહનને કેન્દ્રમાં રાખીને સર્વગ્રાહી, વધુ ગીચતા આધારિત વિકાસ દ્વારા મધ્ય અમદાવાદના રહેવાસીઓ અને કર્મચારીઓને ફાયદો થાય તે રીતે ક્રમાનુસાર વિકાસ કરવામાં આવશે.