સામાજિક માળખું

પ્રોજેક્ટની મુખ્ય રૂપરેખામાં નીચેના હેતુઓ સાથે શહેરને સામાજિક સુવિધાઓ પૂરી પાડવાનો અને તેમાં સુધારો કરવાનો પ્રયાસ છે:

પુનઃસ્થાપન અને પુનઃવસવાટ

આ પ્રોજેક્ટમાં જેઓ પહેલાં નદીને કાંઠે ઝૂંપડપટ્ટીમાં રહેતાં હતાં તેવા ૧૦,૦૦૦ વસાહતીઓના પુનઃવસવાટના લક્ષ્યાંક મુજબ નદીના પટમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકો અને પ્રોજેક્ટને કારણે અસર પામેલા લોકોને અન્યત્ર વસાવવામાં આવ્યા છે અને સુરક્ષિત માલિકી સાથેના પાકા ઘરોની સુવિધા આપવામાં આવી છે. દરેક વ્યક્તિને શહેરની સીમાએ આવેલ ઘણા પુનઃવસવાટ સ્થળોમાંના એક સ્થળે કાયમી, પોતાની માલિકીનું ઘર આપવાની આ પ્રક્રિયા ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે.

આ પ્રોજેક્ટમાં કપડાં ધોવાની અને અનૌપચારિક બજારોની અનૌચારિક પ્રવૃત્તિઓને સંગઠિત કરવાનું લક્ષ્ય પણ છે. ધોબી સમાજ કે જે નદીને કાંઠે કપડાં ધોવા અને સૂકવવાનું કાર્ય કરે છે, તેમને લોન્ડ્રી કેમ્પસ અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડે છે. દર રવિવારે યોજાતું સાપ્તાહિક રવિવારી બજારને રિવરફ્રન્ટ માર્કેટમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છું, આ મૂળ જગ્યાની પાસેની જગ્યા છે જ્યાં ખાસ ડિઝાઇન કરેલ વેચાણ માટેના પ્લેટફોર્મ્સ અને અસ્થાયી વેચાણકર્તાઓ માટે નિશ્ચિત ક્ષેત્રો ઊભા કરવામાં આવ્યા છે.

social-upliftmentbanner3-otf0fqzzr9nuuagy57bc1wg6g8vgu7lkwy4pb8mrnc
riverfront-park-shubhash-bridge

ઉદ્યાનો અને સાર્વજનિક જગ્યાઓનું નિર્માણ

આ પ્રોજેક્ટ અમદાવાદના રિવરફ્રન્ટમાં પરિવર્તન લાવીને શહેરને તેની નદી સાથે ફરી જોડવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ પ્રોજેક્ટ નદીની બંને બાજુએ નદીના પટમાંની લગભગ ૨૦૨ હેક્ટર જમીન પરત મેળવીને, લગભગ બાર કિલોમીટરની લંબાઈ સુધી, મહદઅંશે ખાનગી રહેલ રિવરફ્રન્ટને સાર્વજનિકક્ષેત્રમાં મૂકે છે જે ઉદ્યાનો અને પ્રોમનાડના વિશાળ નેટવર્કને જોડીને શહેરના પચાસ લાખ લોકોના આનંદમાં વધારો કરશે.

આ પ્રોજેક્ટની એક મુખ્ય વિશિષ્ટતા છે નદીના દરેક કાંઠે પાણીની બાજુની સમાંતરે અવિરત ચાલવા માટેનો દ્વિસ્તરીય વોક વે. લોઅર લેવલ પ્રોમનાડની છ મીટરની લઘુતમ પહોળાઈ છે. તેને રાહદારીઓ અને સાઇકલસવારો માટે અને પાણીને સમાંતરપણે પાણીથી થોડા ઉપરના સ્તરે બનાવવામાં આવ્યો છે. અપર લેવલના નદીના પ્રોમનાડ (વોક વે)ને વિવિધ સાર્વજનિક સુવિધાઓ માટે બનાવવામાં આવ્યો છે: વ્યાવસાયિક અને રિટેલ વિકાસ માટે થોડો વિસ્તાર, આનંદ પ્રમોદને લગતી પ્રવૃત્તિઓ, મોટા બગીચાઓ અને પ્લાઝા, જાહેર શૌચાલયો અને રિટેલ કીઓસ્ક્સ. એકસાથે, આ પ્રોમનાડ (વોક વે) અમદાવાદને શહેરના હાર્દમાં ૧૧.૫ કિમીનો લાંબો રાહદારી માર્ગ પૂરો પડે છે. લોઅર લેવલના પ્રોમનાડમાં થોડા થોડા અંતરે આવેલા ઘાટ દ્વારા આનંદ પ્રમોદ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પાણીની નજીક પહોંચી શકાય છે. 

પરત મેળવેલ જમીનમાંથી ચોથા ભાગની જમીન ઉદ્યાનો અને પ્લાઝા માટે ફાળવવામાં આવી છે. આ બગીચાઓ અતિ આવશ્યક હરિયાળી ખુલ્લી જગ્યા પૂરી પાડશે જે પાસે આવેલ વિસ્તારો માટે લાભકારક બનશે અને શહેરના હરિયાળા નેટવર્કને મજબૂત કરશે. આ ઉદ્દેશ્યોમાંથી ઉદ્ભવેલ કેટલાક મહત્વના પ્રોજેક્ટ્સ આ છે:
રિવરફ્રન્ટ પાર્ક: સુભાષબ્રિજ
રિવરફ્રન્ટ પાર્ક: ઉસ્માનપુરા
રિવર પ્રોમેનાડ

સામાજિક-સાંસ્કૃતિક સુવિધાઓ માટે જોગવાઈ

શહેરને નવી અને વધુ યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે અને ખાસ જરૂરિયાતવાળા વર્ગોના સમાવેશ માટે, આ પ્રોજેક્ટમાં બજારો અને સ્ટ્રીટ વેંડર્સના સમાવેશ - વેચાણ માટેના વિસ્તારોની જોગવાઈ, ધોબી સમાજ માટે લૉન્ડ્રીને લગતી સુવિધાઓ, વ્યાપારી વર્ગ માટે વેપાર અને વેચાણની સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં મોટાપાયે ખાનગી રહેલ રિવરફ્રન્ટને જાહેર ક્ષેત્ર હેઠળ આવરી લઈને ઉદ્યાનો, નદીકિનારે પ્રોમનાડ, બજારો, સાંસ્કૃતિક સંસ્થાનો, આનંદ પ્રમોદની પ્રવૃતિઓ અને શહેરના પચાસ લાખ લોકો માટે વ્યાવસાયિક સુવિધાઓના વિકાસનો સમાવેશ થયો છે.

પ્રોજેક્ટમાં પૂરી પાડવામાં આવેલ મહત્વપૂર્ણ સુવિધાઓ છે:
રિવરફ્રન્ટ માર્કેટ
ધોબી ઘાટ
ઇવેન્ટ્સ ગ્રાઉન્ડ
એક્ઝિબિશન સેન્ટર

social-upliftmentbanner2