ઘાટ

અટલ ઘાટ

સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીના સ્મરણમાં તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા આ અટલ ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ ઘાટ પર કોઈપણ સાંસ્કૃતિક અથવા ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાની પણ સુવિધા છે. આ ઘાટ એલિસ બ્રિજ અને નહેરુ બ્રિજની વચ્ચે આવેલ છે.

છઠ ઘાટ

છઠ પૂજા (દેશના પૂર્વી ભાગ જેવા કે બિહાર અને યુપી તેમજ અન્ય જગ્યાએ થી સ્થળાંતર કરેલા લોકો) ની ઉજવણી કરતા લોકોની ભાવનાઓ ને ધ્યાનમાં રાખીને આ ઘાટ વિકસિત થયો છે. ઘાટ જાહેરમાં ભેગા થવા માટે ખાસ કરીને છથ પર્વ, દશામા અને ગણપતિ વિસર્જન તેમજ અન્ય દિવસોમાં જાહેર ભેગા થવા/મનોરંજનના હેતુ સાથે આ જગ્યા નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઘાટ ઈન્દિરા પુલ નજીક આવેલો છે.

નારણ ઘાટ

નારણ ઘાટ એ બીજામાં સૌથી જૂનો ઘાટ છે અને સુભાષ બ્રિજ નજીક આવેલો છે. આ ઘાટનો અમદાવાદ સાથે આધ્યાત્મિક સંબંધ છે. ઘણા સંતો અને સાધુઓએ આ ઘાટની મુલાકાત લીધી છે અને અહીં તેમની ધાર્મિક વિધિઓ કરી છે.