


પર્યાવરણને લગતા સુધારા
નીચેના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પર્યાવરણમાં સમગ્રપણે સુધારા માટેના આવશ્યક પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે:-
ધોવાણ અને પૂરમાં ઘટાડો
જળવિજ્ઞાન અને જળશક્તિના વિગતવાર વિશ્લેષણને આધારે પૂર સામે રક્ષણ, નદીકાંઠાની સુરક્ષા અને નદી પ્રશિક્ષણ માટેની યોજનાઓ નક્કી કરવામાં આવી છે. જળમાર્ગ માટે ઓછામાં ઓછી ૨૬૩ મીટરની પહોળાઈ પસંદ કરીને અમલ કરવામાં આવી છે.
હાઇડ્રોલોજિકલ અને હાઇડ્રોલિકના વિગતવાર વિશ્લેષણને આધારે પૂર સામે રક્ષણ, નદીકાંઠાની સુરક્ષા અને નદી પ્રશિક્ષણ માટેની યોજનાઓ નક્કી કરવામાં આવી છે. ૧૦ મીટરથી વધુની ઊંડાઈએ નદીના પટમાં બંને કાંઠે ડાયાફ્રામ વોલ અને તટથી ઉપરના ભાગે રિટેનિંગ વોલ બાંધવામાં આવી છે જે નીચાણવાળા વિસ્તારોને અવારનવાર આવતાં પૂર અને નદીકાંઠાના ધોવાણ સામે રક્ષણ આપશે. નદીની પૂરગ્રહણ ક્ષમતામાં ફેરફાર કર્યા વિના સાબરમતીને અવિરત પહોળાઈએ પ્રવાહિત કરવામાં આવી છે. આ યોજના થકી જો નદીમાં ૪.૭૫ લાખ ક્યુસેક સુધીનું પૂર આવે તો તેની સામે શહેરને રક્ષણ આપવા સક્ષમ છે.



સુએજ ડાયવર્ઝન
ગટરના પાણીના નિકાલ અને ઔદ્યોગિક પ્રવાહી વડે થતું નદીનું પ્રદૂષણ અટકાવવા માટે, ઇન્ટરસેપ્ટર ગટરો સાથેની પ્રદૂષિત પાણીના નિકાલ માટેની સુગ્રથિત ગટરવ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આ ઇન્ટરસેપ્ટર લાઈનો નદીના બંને કાંઠે નાંખવામાં આવી છે, જેમાં ૩૮ સ્થળોએ ઠલવાતા પ્રદૂષિત પાણીનેઅટકાવી ઇન્ટરસેપ્ટર લાઇનમાં વાળવામાં આવ્યું છે અને નદીના બંને કાંઠે પુનઃપ્રાપ્ત કરેલ જગ્યામાં નવા પમ્પિંગ સ્ટેશન સ્થાપવામાં આવ્યા છે. આ લાઈનો શુદ્ધિકરણ નહીં કરેલ ગંદા પાણીને વાસણા બેરેજની દક્ષિણે આવેલા, હયાત સૂએજ ટ્રીટમેંટ પ્લાંટ્સમાં લઈ જાય છે.
પાણીનો સંગ્રહ અને રિચાર્જ

વધુ સશક્ત વિકલ્પ તરીકે સૂએજ ટ્રીટમેંટ પ્લાંટ્સમાંથી પ્રક્રિયા કરેલ પાણીનો ઉપયોગ કરવાનું આયોજન થઈ રહ્યું છે. તેના પરિણામે, પરંપરાગત રીતે વર્ષા આધારિત સાબરમતી, વર્ષ દરમિયાન પાણી જાળવી રાખવા સક્ષમ બનશે. નદીમાં પાણી જળવાઈ રહેવાને કારણે ભૂગર્ભજળ રિચાર્જ થવાની સાથોસાથ આનંદ પ્રમોદને લગતી પ્રવૃત્તિઓને વેગ મળે છે.
નદીની સફાઈ
રિવરફ્રન્ટ દ્વારા નદીને સ્વચ્છ રાખવા માટે ફ્લોટિંગ ટ્રેશ સ્કિમર મશીન નો ઉપયોગ થાય છે. આ સ્કીમર મશીન નદીમાં તરતો તેમજ છીંછરા પાણીમાં રહેલો કચરો એકઠો કરવા માટે સક્ષમ છે. હાલના તબક્કામાં નદી સ્વચ્છ છે અને ઈકોસીસ્ટમ હરિયાળી બની છે તેમજ રિવરફ્રન્ટ પક્ષીઓ માટે વૈવિધ્યસભર બન્યું છે.