આ પાર્ક પૂર્વીય નદી કાંઠે ગાંધી બ્રિજ અને નહેરુ બ્રિજ વચ્ચે આયોજિત કરેલ છે, જેમાં બાળકો માટે રમવાની જગ્યા ઉપરાંત વૉકિંગ, જોગિંગ તેમજ અન્ય મનોરંજક સુવિધા તેમજ પરફોર્મન્સ અને કોન્સર્ટ માટે ની પણ જગ્યા હશે.
આ વિસ્તાર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પહેલા ખાનગી હોટલ અને અન્ય વિકાસ ના કામો સાથે જોડાયેલો હતો. નદી કિનારાનો વિસ્તાર ઝૂંપડપટ્ટી તેમજ આજુબાજુના વિસ્તાર દ્વારા કબ્જે કરી લેવામાં આવ્યો હતો જે વિસ્તાર પૂર માટે સંવેદનશીલ હતો.આ જમીન સુધારણાના લીધે પૂરનું જોખમ તો ઘટ્યું જ સાથે જ પબ્લિક પાર્કની સુવિધા પણ ઉભી કરાઈ જેથી આજુબાજુમાં રહેતા લોકોને તેનો લાભ મળી શકે. આ વિસ્તારના ઝૂંપડપટ્ટીના ઘરોને શહેરની હદમાં નવા બાંધવામાં આવેલા આવાસોમાં સ્થળાંતર કરવામાં આવ્યાં હતા.