સ્પોર્ટ્સ પાર્ક
ઘણા જાહેર સ્થળો અને સુવિધાઓ સાથે, આ પ્રોજેક્ટમાં રમતગમત માટેના બે મુખ્ય સ્થાનોની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શહેરમાં તેના સ્થાન અને આસપાસના વિસ્તારના સંદર્ભમાં આ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં શાહપુર ખાતે સ્થાનિક સ્તરની સુવિધાથી લઈને પાલડી ખાતે શહેરી સ્તરના સ્પોર્ટ્સ હબનો સમાવેશ થાય છે.
પાલડી સ્પોર્ટ્સ પાર્ક
પાલડી પાસે પ્રસ્તાવિત આ પાર્કનો મુખ્ય હેતુ પશ્ચિમ કાંઠે શહેરી સ્તરે રમતગમત માટેની સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આ શહેરી સ્તર પાર્ક માં ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, સ્કેટિંગ રિંગ અને સ્કેટ બોર્ડ પાર્ક ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પાર્ક માં જિમ્નેશિયમ તેમજ જોગીંગ ટ્રેક ની સુવિધા કોફી શોપ સાથે આપવામાં આવેશે. આ સ્પોર્ટ્સ પાર્ક નો કુલ વિસ્તાર ૩૫૮૭૫ ચોરસ મીટર . નો છે.
શાહપુર સ્પોર્ટ્સ પાર્ક
શાહપુર ખાતે પ્રસ્તાવિત આ સેન્ટર પૂર્વ કાંઠે સ્થાનિક સ્તરે રમતગમત માટેની સુવિધાઓ પૂરી પાડશે.
આ સ્થાનિક સ્તર પાર્ક માં ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પાર્ક માં જિમ્નેશિયમ તેમજ જોગીંગ ટ્રેક ની સુવિધા કોફી શોપ સાથે આપવામાં આવેશે. આ સ્પોર્ટ્સ પાર્ક નો કુલ વિસ્તાર ૭૪૭૨ ચોરસ મીટર નો છે.