ફેઝ ૨ નો પ્રારંભ
કન્સેપટ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ડેવલોપમેન્ટ
ફેઝ ૨ માટેની કામગીરી અંતર્ગત કન્સેપટ પ્લાનિંગ અને ડિઝાઇનિંગ માં સ્ટૅપ્પ્ડ ગ્રીન મલ્ટી લેયર પ્રોમીનાડ, ઉત્તમ માર્ગ નેટવર્ક, એક્ટીવ ગ્રીન પાર્કસ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, એમ્ફીથિએટર વગેરેનો સમાવેશ થશે. રિવરફ્રન્ટ પૂર્વ ના ૧૧.૫ કિ.મી.માં ૫.૮ કિ.મી.નો ઉમેરો કરી તથા પશ્ચિમમાં ૧૧.૫ કિ.મી.માં ૫.૨ કિ.મી. નો વધારો કરી ઇન્દિરાબ્રીજ સુધી બંને કિનારા થઇને આશરે ૧૧.૫ કિ.મી. જેટલો પ્રોજેક્ટ ફેઇઝ-૨ અંતર્ગત લંબાવવાનો નક્કી કરવામાં આવેલ છે. આમ, સમગ્ર સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ આંબેડકર બ્રિજથી ઇન્દિરા બ્રિજ સુધી આવરી લેવામાં આવશે અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કુલ લંબાઈ 23 કિ.મી.થી 34 કિ.મી.થશે.
સા.રી.ફ્ર.ડે.કો.લી દ્વારા લોઅર પ્રોમ્નેડ, રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ્સ, સ્ટોર્મ વોટર લાઇન વગેરે જાહેર માળખાગત સંપત્તિઓનું નિર્માણ કરશે અને લોકોના કલ્યાણ માટે વધુ હરિયાળી જગ્યાઓ બનાવશે. પશ્ચિમ તરફ એટલે કે ટોરેન્ટ પાવરથી ઇન્દિરા બ્રિજ સુધી અને પૂર્વ તરફ એટલે કે શાહીબાગ ડફનાળા થી ઇન્દિરા બ્રિજ સુધી, સા.રી.ફ્ર.ડે.કો.લી દ્વારા એક માર્ગ નેટવર્ક વિકસિત કરવામાં આવશે જે ટ્રાફિક સમસ્યાનું ભારણ ઘટાડશે અને બંને બાજુ લોકોની સુવિધા વધારશે અને એરપોર્ટ રોડ પર ટ્રાફિકનો ભાર ઘટશે.
સંરક્ષણ મંત્રાલય, ભારત સરકાર વતી સંરક્ષણ એસ્ટેટ અધિકારી, ગુજરાત સર્કલ અમદાવાદ કેન્ટોનમેન્ટ વચ્ચે ફેઝ ૨ ના વિકાસની કામગીરી માટે એક બાજુ કેન્ટોનમેન્ટ બોર્ડ ના પ્રેસિડેન્ટ અને બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એમ. ઓ. યુ પર સહમતી સાધવામાં આવી.
સમગ્ર વિસ્તાર માટે પાણીનું સ્તર જાળવવા બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવશે, જે અમદાવાદ શહેર માટે 10-15 દિવસ સુધી પાણીનો સંગ્રહ કરશે. આ પ્રોજેક્ટનો સંપૂર્ણ વિકાસ શહેરી નવજીવન અને પર્યાવરણીય સુધારણા તરફ છે જે નદીને હળવાશ અને મનોરંજનના કેન્દ્રબિંદુ તરીકે પરિવર્તિત કરશે.
ફેઝ ૨ના વિકાસ માટે વિવિધ વિશ્લેષણ અને સર્વે કરવામાં આવ્યા છે જેમ કે:
ફેઝ 2 વિકાસ માટે ટેન્ડર એનાયત કરાયું
સા.રી.ફ્ર.ડે.કો.લી દ્વારા સાબરમતી નદીના પૂર્વ કાંઠે ઈન્દિરા બ્રિજ તરફ ડફનાળા થી કેમ્પ સદર બજાર સુધી રિવરફ્રન્ટ લંબાવવાનું ટેન્ડર બહાર પાડીને બીજા તબક્કાના વિકાસની શરૂઆત કરી છે. જે મુજબ કેન્ટોનમેન્ટ વિસ્તારની પાછળ ડેવલપમેન્ટ કરવામાં આવશે. તેના પ્રારંભિક સ્તરના કામની લંબાઈ ૧૨૫૦ મીટર છે અને વિવિધ વિકાસના કામો આ ટેન્ડર હેઠળ આવરી લેવામાં આવશે જેમ કે ડાયાફ્રેમ વૉલ , સ્ટેપ્ડ એમ્બેંકમેન્ટ (લોઅર, મિડલ અને અપર પ્રોમેનેડ) સહિત ગ્રીન ડેવલપમેન્ટ્સ સાથે રિટેઈનીંગ વૉલ. તદુપરાંત, તેમાં લોકો માટે ફૂડ, રમત ગમત માટે તેમજ ઓપન જિમ વિસ્તાર તેમજ લોકો માટે મનોરંજનની વ્યવસ્થા પણ હશે. ગ્રીન પટ્ટા સાથેના મલ્ટિલેયર્ડ સ્ટેપ્ડ એમ્બેંકમેન્ટ્સ ફેઝ -2 નું આકર્ષણ હશે.
પૂર્વ કાંઠે ડફનાળાથી કેમ્પ સદર બજાર સુધીના 1250 મીટરના પ્રારંભિક ટેન્ડર મેસર્સ આઇટીડી સિમેન્ટેશન ઈન્ડિયા લિમિટેડને આપવામાં આવ્યું છે અને ફેઝ ૨ના વિકાસ માટે કામ શરૂ કરાયું છે.