સ્થળ અને સુવિધાઓ
ઇ.સ.૧૪૧૧ માં અમદાવાદની સ્થાપનાના સમયથી સાબરમતી નદી શહેરનું અવિભાજ્ય અંગ રહી છે. પાણીનો મહત્વનો સ્રોત હોવા ઉપરાંત, તેણે સાંસ્કૃતિક અને આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં રંગમંચ તરીકે ભાગ ભજવ્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટનો યોગ્ય વિકાસ કરવાથી અને પૂરતા પ્રમાણમાં બુનિયાદી સુવિધાઓનું નિર્માણ તેમજ આનંદ પ્રમોદની સુવિધાઓનું નિર્માણ થવાથી એક મહત્વપૂર્ણ અસ્ક્યામતમાં પરિવર્તિત થયો છે.
શહેરીજનો તેમજ પર્યટકો નીચેના સ્થળોની મુલાકાત લઇ આનંદ માણે છે.
રિવર પ્રોમેનાડ
આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ છે નદીના દરેક કાંઠે પાણીની બાજુમાં આવેલ દ્વિ-સ્તરીય, અવિરત વોક વે. લોઅર લેવલનો વોક વે પાણીની બિલકુલ નજીક જ બનાવેલ છે, જેથી રાહદારીઓ અને સાઇકલ સવારોને લાભ મળી શકે અને પાણી સુધી પહોંચવાની સુવિધા પણ મળી શકે. અપર પ્રોમેનાડના વોક વે પર શહેરી સ્તરે વિવિધ જાહેર આકર્ષણોનું આયોજન થઈ શકે છે. સાથે મળીને, આ વોક વે અમદાવાદને, શહેરના મધ્યમાં અવિરત, ૧૧.૫ કિ.મી. લાંબો, રાહદારીઓ માટેનો ચાલવાનો માર્ગ પૂરો પાડે છે.
પાર્ક
આ પ્રોજેક્ટ હેઠળ આશરે સિત્તેર હેક્ટર, એટલે કે પુનઃપ્રાપ્ત કરેલ જમીનમાંની લગભગ ચોથા ભાગ (૨૬%) ની જમીનનો ઉપયોગ શહેરની મધ્યમાં સાર્વજનિક જગ્યાના સર્જન માટે કરવામાં આવેલ છે. આ ખુલ્લી જગ્યાઓમાં જાહેર ઉદ્યાનો અને બગીચાઓથી લઈને આચ્છાદિત પ્લાઝા અને શહેરી જંગલોનો સમાવેશ થાય છે. આ ઉદ્યાનો આસપાસના વિસ્તારની જીવનશૈલીમાં સુધારો કરશે અને શહેરને ખાસ જરૂરી એવી હરિયાળી અને ગીચ બંધિયાર વાતાવરણમાંથી રાહત આપશે.
સ્ટ્રીટ્સ
અન્ય સુવિધાઓ
પુરાંત દ્વારા પુનઃ પ્રાપ્ત કરેલ જમીન પર ખાસ જરૂરિયાતવાળા વર્ગો માટે ઘણી નવી જાહેર સુવિધાઓ ઊભી કરવામાં આવી ચુકી છે.
જૂના સ્થળની પાસે એક કાયમી જગ્યામાં પરંપરાગત “રવિવારી” બજાર માટે રિવરફ્રન્ટ માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બજારમાં ખાસ ડિઝાઇન કરેલ સ્ટોલ્સ અને વ્યાવસાયિક લેવડ દેવડ માટે ૧,૬૪૧ પ્લેટફોર્મ, બેઠક વ્યવસ્થા, ચાલવા માટે ખાસ બનાવેલ ફરસબંધી માર્ગો, ફૂડ કોર્ટ્સ, પરિવહન માટેની જગ્યા, યોગ્ય પાર્કિંગ અને ૪ જાહેર શૌચાલયોની સુવિધા ઊભી કરવામાં આવેલ છે. ૮૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર જાહેર વિસ્તારોમાં કરવામાં આવેલ છે.
રિવરફ્રન્ટ પર એક્ઝિબિશન સેન્ટર ખાતે વ્યાપાર-વેચાણને લગતી વૈશ્વિક કક્ષાની સુવિધાઓ સાથે આયોજન કરવામાં આવેલ છે.
ઇવેન્ટ્સ ગ્રાઉન્ડ સ્થાનિક અને રાષ્ટ્રીય મહત્વના કાર્યક્રમોના આયોજન માટે સ્થળ પૂરું પાડે છે.
ધોબીઘાટ (લૉન્ડ્રી કેમ્પસ) નદીકાંઠાનો વ્યાવસાયિક રીતે કપડાં ધોવા માટે ઉપયોગ કરતાં ધોબી સમાજ માટે સુવિધાઓ પૂરી પાડે છે.
પ્રોજેક્ટની આખી લંબાઈ સાથે આઉટડોર વેન્ડીંગ વિસ્તાર આવેલ છે, રસ્તા પરના ફેરિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી તેઓ પણ આ પ્રોજેક્ટનો લાભ લઇ શકે.
ઘાટ
સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીના સ્મરણમાં તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા આ અટલ ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ ઘાટ પર કોઈપણ સાંસ્કૃતિક અથવા ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાની પણ સુવિધા છે. આ ઘાટ એલિસ બ્રિજ અને નહેરુ બ્રિજની વચ્ચે આવેલ છે.
સ્પોર્ટ્સ પાર્ક
ઘણા જાહેર સ્થળો અને સુવિધાઓ સાથે, આ પ્રોજેક્ટમાં રમતગમત માટેના બે મુખ્ય સ્થાનોની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શહેરમાં તેના સ્થાન અને આસપાસના વિસ્તારના સંદર્ભમાં આ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં શાહપુર ખાતે સ્થાનિક સ્તરની સુવિધાથી લઈને પાલડી ખાતે શહેરી સ્તરના સ્પોર્ટ્સ હબનો સમાવેશ થાય છે.