પ્રશ્નો
આ પ્રોજેક્ટનો હેતુનદીના કાંઠે આસપાસના જળ વિસ્તારમાં સર્વગ્રાહી વાતાવરણ પૂરું પાડીને સાબરમતી નદી સાથે પુનઃ જોડણ કરવાનો અને સાબરમતી નદીની આસપાસની અમદાવાદ શહેરની ઓળખને પુનઃવ્યાખ્યાયિત કરવાનો છે. ઇ.સ. ૧૪૧૧ માં શહેરની સ્થાપનાના સમયથી જ નદી શહેરનુંમહત્વપૂર્ણ અંગ રહી છે અને આજે પણ શહેર માટે પાણીનો ખૂબ જ મહત્વપૂર્ણ સ્રોત છે.
આ સમગ્ર પ્રક્રિયાને પુરાણ દ્વારા જમીનની પુનઃપ્રાપ્તિ કહેવાય છે. પુરાણની પ્રક્રિયામાં પ્રારંભમાં નદીના પટમાંથી સફાઈ દ્વારા માટી મેળવવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. ફૂટ વાલ્વ અને અન્ય મશીનરીથી સજ્જ હોડીઓ દ્વારા નદીના પટમાંથી માટીને ચાળીને, પાળી બાંધવામાં આવે છે. છેલ્લા તબક્કામાં,પાળી બાંધેલ જમીનને સમતલ કરીને માટીને વ્યવસ્થિત કરવામાં આવે છે. સમતલ જમીનના દર ૨૦૦ મિમિએ જમીનની સઘનતાની ચકાસણી કરવામાં આવે છે.
બે સ્વતંત્ર એજન્સીઓ દ્વારા જળવિજ્ઞાન અધ્યયનના ત્રણ તબક્કા પૂર્ણ કરવામાં આવ્યા છે. આ અધ્યયનોનો હેતુ પ્રાયોજિતપાળીઓની નદીની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા પર થનારી અસર નક્કી કરવાનો હતો. તમામ અધ્યયનોમાં એવી પુષ્ટિ થઈ છે કે આ પાળીઓની પસંદ થયેલી ડિઝાઇન નદીમાં આવનારા વાર્ષિક પૂરના પાણીનું વહન કરી શકશે. નદીને કાંઠે રહેલ પાળી સુનિશ્ચિત કરે છે કે નદીની પૂરના પાણીનું વહન કરવાની ક્ષમતામાં સુધારો થાય. આ પાળીઓ કાંઠાને સમતલ કરીને નદીકાંઠે દીવાલો બનાવીને ઊભા કરવામાં આવી છે. કોંક્રીટની દીવાલો નદીકાંઠાનું ધોવાણ અટકાવશે અને કાંઠે આવેલ મિલકતો અને બાંધકામોનું રક્ષણ કરશે.
નદીનો અપર લેવલ વોક વે એટલો ઊંચો બાંધવામાં આવ્યો છે કે છેલ્લા ૧૦૦ વર્ષ દરમિયાન ધારવામાં આવેલ પૂર જેટલું પૂર આવે તો પણ અસર ન થાય, પણ આવી પરિસ્થિતિમાં નદીના લોઅર લેવલ પ્રોમનાડ પર અસર થવાની સંભાવના છે. આ કારણથી, લોઅર લેવલના વોક વે પર આયોજિત અને અમલ કરેલ માળખાગત સુવિધાઓમાં નદીકાંઠે રેલિંગ,વોક વે, બેઠકો અને વૃક્ષો જેવી પ્રાથમિક સુવિધાઓનો જ સમાવેશ થાય છે. અત્યંત જૂજ પરસ્થિતિમાં જ જો લોઅર લેવલ પ્રોમનાડમાં પૂર આવે, તો તેને આગવી સૂચના દ્વારા જાહેર જનતા માટે બંધ કરવામાં આવશે.
સાબરમતી નદી પર રિવરફ્રન્ટના વિકાસના પ્રયત્નો નવા નથી. ઘણા વર્ષો પહેલાં ૧૯૬૦ ના દશકમાં ફ્રેંચ આર્કિટેક્ટ બર્નાર્ડ કોહ્ન દ્વારા પ્રથમ અધિકૃત દરખાસ્ત મૂકવામાં આવી. ૧૯૭૬ માં, સ્થાનિક વ્યાવસાયિક સંગઠનોના સમૂહ દ્વારા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ગ્રૂપ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. આમ, ઘણા લાંબા સમયથી એવી સમજણ પ્રવર્તતી હતી કે રિવરફ્રન્ટને તેની એક સમયની અનિચ્છનીય સ્થિતિમાંથી એક મોટી અસ્ક્યામતમાં પરિવર્તિત કરી શકાય છે. પ્રોજેક્ટને લગતી નીચેની ઘટનાઓ મુખ્ય છે:
- ૧૯૬૧ – અમદાવાદમાં રહેતા ફ્રેંચ આર્કિટેક્ટ બર્નાર્ડ કોહ્ને ૩૦ હેક્ટર જમીન પુનઃપ્રાપ્ત થાય તે પ્રમાણે સાબરમતી નદીના સર્વગ્રાહી આયોજન અને વિકાસની દરખાસ્ત તૈયાર કરી.
- ૧૯૬૬ – તકનીકી અભ્યાસ પૂર્ણ થયા બાદ ગુજરાત સરકારે કોહ્નની દરખાસ્ત તકનીકી રૂપે બહાલી આપી.
- ૧૯૭૬ – આરંભિક મૂડીની જરૂરિયાતને ઘટાડવા માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ગ્રૂપ દ્વારા વૃદ્ધિ આધારિત અભિગમ અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો.
- ૧૯૯૨ – રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં આવતા ગટર અને પમ્પિંગ સ્ટેશનના બાંધકામ તથા વર્તમાન સૂએજ ટ્રીટમેન્ટ પ્લાંટ્સ અપગ્રેડ કરવાની દરખાસ્ત મૂકી. દરખાસ્ત જોવા માટે, અહીં ક્લિક કરો
- ૧૯૯૭ – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (અ.મ્યુ.કો.), પ્રોજેક્ટ પર સ્વતંત્ર રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ની રચના કરી.
- ૧૯૯૮ – Environmental Planning Collaborative (EPC) પ્રોજેક્ટ માટે ફિસીબીલીટી રિપોર્ટ તૈયાર કર્યો.
ગટરના પ્રદૂષિત પાણી અને ઔદ્યોગિક કચરાના પ્રદૂષણને નદીમાં જતો અટકાવવા માટે, ઇન્ટરસેપ્ટર ગટરો સાથેની સુગ્રથિત ગટર વ્યવસ્થા અને કચરાના નિકાલની વ્યવસ્થા લાગૂ કરવામાં આવી છે. નદીના બંને કાંઠે ૩૮ ગરનાળાને આવરી લેતી અને કચરાને પુરાણ દ્વારા પુનઃપ્રાપ્ત કરેલ જમીન પર બનાવેલ નવા પમ્પિંગ સ્ટેશન તરફ વાળવા માટે બાર કિલોમીટર લાંબી ઇન્ટરસેપ્ટર લાઇન્સ લગાવવામાં આવી છે. આ લાઇન્સ વાસણા અને પીરાણામાં વાસણા બેરેજની દક્ષિણે હયાત સૂએજ ટ્રીટમેન્ટ પ્લાંટ્સ સુધી પ્રદૂષિત પાણી લઈ જાય છે.
અહીં બે વિશાળ ૪ માર્ગીય રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા છે. ઈસ્ટ રિવર ડ્રાઈવ ડફનાળાથી શરૂ થાય છે અને તેને ૨૦૦ ફૂટ પહોળા રોડ સાથે જોડવામાં આવશે. વેસ્ટ રિવર ડ્રાઈવ વાડજ ખાતે દધિચી ઋષિ બ્રિજથી શરૂ કરીને નહેરુબ્રિજ સુધીનો છે જ્યાં તે આશ્રમરોડને મળે છે. તે એલિસબ્રિજથી આગળ વધે છે અને ૧૨૦ ફૂટ રોડ સાથે જોડાય છે. બંને કાંઠે આવેલા રસ્તાઓમાં અંડરપાસનો પણ સમાવેશ થાય છે. એસઆરએફડી માર્ગો પૂર્વી કાંઠે મોટી ઉત્તર-દક્ષિણ રોડ લિન્કનું નિર્માણ કરે છે અને પશ્ચિમ કાંઠે આશ્રમ રોડ દ્વારા આપવામાં આવેલ મજબૂત ઉત્તર-દક્ષિણ જોડાણને સહાય કરે છે. આ બધા માળખાકીય ફેરફારો નવી વિકસિત જમીન સુધી પ્રવેશ અને સુવિધાઓ પૂરી પાડે છે અને શહેરના પરિવહન નેટવર્કને મજબૂત કરે છે.
ના, પાણીને નિયમિતરૂપે સિંચાઇ માટે ફતેહવાડી સિંચાઇ કેનાલમાં છોડવામાં આવે છે. તેને સમયાંતરે નર્મદા કેનાલમાંથી ભરવામાં આવે છે. લાંબાગાળે,સૂએજ ટ્રીટમેન્ટ પ્લાંટ્સમાંથી પાણી શુદ્ધ કરીને નદીને ભરવાના વધુ ટકાઉ ઉપાયનું આયોજન થઈ રહ્યું છે.
વધુમાં, મચ્છરોના ઉછેરને અટકાવવા માટે વાયુમિશ્રણ અને પોરાંભક્ષક માછલીઓના ઉછેર જેવા વિવિધ ઉપાયો પણ છે.
પુરાંત દ્વારા પુનઃપ્રાપ્ત કરેલ જમીનના એક હિસ્સાને વિકાસ માટે વેચવામાં આવશે. આ વિસ્તારમાં વિકાસનું શહેરી વિકાસ માર્ગદર્શિકા દ્વારા નિયમન કરવામાં આવશે, જે યોજના શરૂ થવાના થોડા સમય પહેલાં નક્કી કરવામાં આવશે. આને કારણે પુનઃપ્રાપ્ત કરેલ જમીન પર સુયોજિત અને સંયુક્ત વિકાસ સુનિશ્ચિત થશે.
હકીકતે, સમગ્ર અમદાવાદ ભૂકંપના જોખમવાળા ક્ષેત્ર – ૩ માં વસેલું છે. રિવરફ્રન્ટની ઇમારતો સહિત, અમદાવાદમાં નિર્માણ પામેલ તમામ ઇમારતોએ, ભૂકંપ સામે રક્ષણ મેળવવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.
ઐતિહાસિક અને સંગઠનાત્મક રીતે મહત્વ ધરાવતા સ્થળોને વિકાસમાં સામેલ કરી શકાય તે માટે તેના પ્રત્યે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ રિવરફ્રન્ટના વિકાસ સાથે સંકળાયેલ દરેક પાસાને વ્યાપકપણે આવરી લે છે. જળવિજ્ઞાન, પુનઃપ્રાપ્તિ, પર્યાવરણને લગતા સુધારા, પુનર્વસન અને પુનઃસ્થાપનની સાથે સાથે ૧૧ કિમીના પટ્ટા પર નવો વિકાસ કરવો, આ બધી બાબતો આ યોજનાને અનોખી બનાવે છે. આ પ્રોજેક્ટનું પરિમાણ તેને ભારતનો એક અનોખો પ્રોજેક્ટ બનાવે છે.