પ્રોજેક્ટના હેતુઓ
આ પ્રોજેક્ટ સાબરમતી નદીના કાંઠે નદીકિનારાનું અર્થપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાનો અને નદીની ફરતે અમદાવાદની ઓળખ પુનઃવ્યાખ્યાયિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ પ્રોજેક્ટનો ધ્યેય શહેરને નદી સાથે પુનઃ જોડવાનો અને રિવરફ્રન્ટના અવગણના કરાયેલા પાસાઓમાં સકારાત્મકરૂપે પરિવર્તન આણવાની નેમ ધરાવે છે.
આ વિવિધલક્ષી પ્રોજેક્ટના ઉદ્દેશ્યોને ત્રણ મુદ્દાઓ હેઠળ વર્ગીકૃત કરી શકાય છે -

પર્યાવરણને લગતા સુધારા
જમીનના ધોવાણમાં ઘટાડો અને પૂર સામે શહેરને સુરક્ષા આપવા માટે, નદીને સ્વચ્છ કરવા માટે નાળાઓને બીજી દિશામાં વાળવા; પાણીનો સંગ્રહ અને રિચાર્જ.
સામાજિક માળખું
નદીના પટમાં રહેલા વસાહતીઓ અને પ્રવૃત્તિઓનું પુનરુત્થાન અને પુનઃસ્થાપન; શહેર માટે સામાજિક-સાંસ્કૃતિક સુખ-સુવિધાઓની તજવીજ.

