પ્રોજેક્ટના હેતુઓ

પર્યાવરણને લગતા સુધારા

જળવિજ્ઞાન અને જળશક્તિના વિગતવાર વિશ્લેષણને આધારે પૂર સામે રક્ષણ, નદીકાંઠાની સુરક્ષા અને નદી પ્રશિક્ષણ માટેની યોજનાઓ નક્કી કરવામાં આવી છે. જળમાર્ગ માટે ઓછામાં ઓછી 263 મીટરની પહોળાઈ પસંદ કરીને અમલ કરવામાં આવી છે.

વધારે માહિતી

સામાજિક માળખું

ખરા અર્થમાં સાર્વજનિક રિવરફ્રન્ટના નિર્માણ માટે,આનંદ પ્રમોદના વિવિધ સ્થળોની જોગવાઈ કરવામાં આવી છે જેમાં જાહેર બગીચાઓ, પ્લાઝા, ખુલ્લી જગ્યાનો સમાવેશ થાય છે. રિવરફ્રન્ટની સંપૂર્ણ લંબાઈને સમાંતર રાહદારીઓને ચાલવા માટેના માર્ગ….

વધારે માહિતી

સશક્ત વિકાસ

આ પ્રોજેક્ટનો હેતુ શહેરના કેન્દ્ર વિસ્તારમાં નવી જીવનપદ્ધતિ લાવવાનો અને આસપાસના વિસ્તારનો વ્યાપકપુનરુદ્ધાર કરવાનો છે.

વધારે માહિતી

પ્રોજેક્ટનો આરંભ

મે ૧૯૯૭ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (અ.મ્યુ.કો.) યોજનાના નિર્માણ અને વિકાસના પ્રબંધન માટે ખાસ હેતુ વાહન તરીકે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) કંપનીનું નિર્માણ કર્યું.

આ પ્રોજેક્ટ સાબરમતી નદીના કાંઠે નદીકિનારાનું અર્થપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાનો અને નદીની ફરતે અમદાવાદની ઓળખ પુનઃવ્યાખ્યાયિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ પ્રોજેક્ટનો ધ્યેય શહેરને નદી સાથે પુનઃ જોડવાનો અને રિવરફ્રન્ટના અવગણના કરાયેલા પાસાઓમાં સકારાત્મકરૂપે પરિવર્તન આણવાની નેમ ધરાવે છે.

પ્રકૃતિનું સંરક્ષણ

શહેર માં ગ્રીન કવર વધારવા માટે અર્બન ફોરેસ્ટરી એ નવતર પ્રયોગ છે જે આસપાસ ના વિસ્તારોની જીવંતતા વધારશે તેમજ શહેર માં જરૂરી હરિયાળીને જાળવી રાખવામાં મદદ કરશે. બાયો ડાયવર્સીટી પાર્ક અને મિયાવાકી પ્લાનટેશન સાથે સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના અન્ય બાગ બગીચાઓએ શહેરને વધારે હરિયાળું બનાવ્યું છે જેમાં વિવિધ પ્રકારના લોકલ , ફળ આપતા વૃક્ષોનો તથા વૃક્ષોની અનેક લુપ્તપ્રાય જાતિઓ નો સમાવેશ થાય છે.

ફેઝ ૨ નો પ્રારંભ

ફેઝ ૨ માટેની કામગીરી અંતર્ગત કન્સેપટ પ્લાનિંગ અને ડિઝાઇનિંગ માં સ્ટૅપ્પ્ડ ગ્રીન મલ્ટી લેયર પ્રોમીનાડ, ઉત્તમ માર્ગ નેટવર્ક, એક્ટીવ ગ્રીન પાર્કસ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, એમ્ફીથિએટર વગેરેનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટનો સંપૂર્ણ વિકાસ શહેરી નવજીવન અને પર્યાવરણીય સુધારણા તરફ છે જે નદીને હળવાશ અને મનોરંજનના કેન્દ્રબિંદુ તરીકે પરિવર્તિત કરશે.

સ્થળ અને સુવિધાઓ

ઇ.સ.૧૪૧૧ માં અમદાવાદની સ્થાપનાના સમયથી સાબરમતી નદી શહેરનું અવિભાજ્ય અંગ રહી છે. પાણીનો મહત્વનો સ્રોત હોવા ઉપરાંત, તેણે સાંસ્કૃતિક અને આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં રંગમંચ તરીકે ભાગ ભજવ્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટનો યોગ્ય વિકાસ કરવાથી અને પૂરતા પ્રમાણમાં બુનિયાદી સુવિધાઓનું નિર્માણ તેમજ આનંદ પ્રમોદની સુવિધાઓનું નિર્માણ થવાથી એક મહત્વપૂર્ણ અસ્ક્યામતમાં પરિવર્તિત થયો છે.


શહેરીજનો તેમજ પર્યટકો નીચેના સ્થળોની મુલાકાત લઇ આનંદ માણે છે.

આગામી આકર્ષણો

Tenders

સાબરમતી રીવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળ ફેઝ-૧ હદ વિસ્તારમાં આગામી ફ્લાવર શો-૨૦૨૬ ના આયોજન અનુસંધાને નદીની પશ્ચિમ બાજુએ તથા પૂર્વ બાજુએ આવેલ પ્લોટ / ખુલ્લી જગ્યામાં "પે એન્ડ પાર્ક" ના ધોરણે ફ્લાવર શો પૂર્ણ ના થાય ત્યાં સુધી હંગામી ધોરણે ફાળવવા રસ ધરાવતાં વ્યકિત/ સંસ્થા પાસેથી ઓફર મંગાવવામાં અંગેનું ટેન્ડર

સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી.દ્વારા નદીની પૂર્વ દિશાએ રીવરફ્રન્ટ રોડ પર દધિચીરૂષી બ્રીજની નીચે આવેલ ૧૦(દશ) ફૂડકોર્ટ/શોપની જગ્યા ભાડેથી મેળવવા અંગેનું ટેન્ડર.

Construction of Tropical Garden in Usmanpura Park including Civil, Glass dome, Plumbing, Electrical, ELV, HVAC, Fire Fighting & Horticulture work on West Bank of River Sabarmati" in PDF Format along with Tender Notice.

Re-tendering for the remaining stalls for the Flower Show 2026

સાબરમતી રીવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળ નદીની પુર્વ દિશાએ સરદાર બ્રીજની નજીકમાં ફૂલબજારની બાજુમાં આવેલ પ્લોટમાં નકશામાં દર્શાવ્યા અનુસાર ડેવલપ કરવામાં આવેલ પાર્કિંગ સ્પેસનો પાર્કિંગનો પરવાનો વાર્ષીક લાયસન્સ ફીથી મેળવવા

Expression of Interest (EOI) Inviting Agencies for Supply, Opereation and Maintenance of The Golf Carts at Sabarmati Riverfront Development Project Area.