સામાજિક માળખું

પ્રોજેક્ટની મુખ્ય રૂપરેખામાં નીચેના હેતુઓ સાથે શહેરને સામાજિક સુવિધાઓ પૂરી પાડવાનો અને તેમાં સુધારો કરવાનો પ્રયાસ છે:

નદીના પટમાં વસાહતીઓ અને પ્રવૃત્તિઓનું પુનરુત્થાન અને પુનઃવસવાટ
પ્રોજેક્ટને કારણે અસર પામેલા વર્ગો માટે સગવડ ઊભી કરવા માટે દરખાસ્તમાં સમગ્રપણે ઝૂંપડપટ્ટીના વસાહતીઓ માટે ઘર અને પુનઃવસવાટ માટે તજવીજ, વર્તમાન અનૌપચારિક બજારોનું પુનઃવ્યવસ્થાપન, ધોબી સમાજ માટે કપડાં ધોવાની સુવિધાઓ અને નદીકિનારે નવી તકોના સર્જનનો સમાવેશ થાય છે.

બગીચાઓ અને જાહેર સ્થળોનું નિર્માણ
ખરા અર્થમાં સાર્વજનિક રિવરફ્રન્ટના નિર્માણ માટે,આનંદ પ્રમોદના વિવિધ સ્થળોની જોગવાઈ કરવામાં આવી છે જેમાં જાહેર બગીચાઓ, પ્લાઝા, ખુલ્લી જગ્યાનો સમાવેશ થાય છે. રિવરફ્રન્ટની સંપૂર્ણ લંબાઈને સમાંતર રાહદારીઓને ચાલવા માટેના માર્ગને કારણે એક સમયે ખાનગી બની ગયેલ નદીકાંઠામાં પરિવર્તન આવ્યું છે અને લોકોને નદી સાથે જોડાવવાનો અવસર મળ્યો છે.

સામાજિક-સાંસ્કૃતિક સુવિધાઓ માટે જોગવાઈ
શહેરને નવી અને વધુ યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે અને ખાસ જરૂરિયાતવાળા વર્ગોના સમાવેશ માટે, આ પ્રોજેક્ટમાં બજારો અને સ્ટ્રીટ વેંડર્સના સમાવેશ - વેચાણ માટેના વિસ્તારોની જોગવાઈ, ધોબી સમાજ માટે લૉન્ડ્રીને લગતી સુવિધાઓ, વ્યાપારી વર્ગ માટે વેપાર અને વેચાણની સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી છે. 

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×