રિવર પ્રોમનાડ

આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ છે નદીના દરેક કાંઠે પાણીની બાજુમાં આવેલ દ્વિ-સ્તરીય, અવિરત વોક વે. લોઅર લેવલનો વોક વે પાણીની બિલકુલ નજીક જ બનાવેલ છે, જેથી રાહદારીઓ અને સાઇકલ સવારોને લાભ મળી શકે અને પાણી સુધી પહોંચવાની સુવિધા પણ મળી શકે. અપર પ્રોમનાડના વોક વે પર શહેરી સ્તરે વિવિધ જાહેર આકર્ષણોનું આયોજન થઈ શકે છે. સાથે મળીને, આ વોક વે અમદાવાદને, શહેરના મધ્યમાં અવિરત, 11.5 કિ.મી. લાંબો, રાહદારીઓ માટેનો ચાલવાનો માર્ગ પૂરો પાડે છે.
 
અલગ અલગ જગ્યાએ આ વોક વેની પહોળાઈ 6-18 મીટરની છે. રિવરફ્રન્ટ વોક વે પર પૂરી પાડવામાં આવેલ સમાવિષ્ટ સુવિધાઓ જેવી કે :
 
થોડા થોડા અંતરે અને દરેક બ્રિજની નીચે સીડીઓ અને ઢાળવાળા માર્ગ દ્વારા શહેરમાંથી રિવરફ્રન્ટ પર આવવાના માર્ગો.
લોઅર લેવલ પ્રોમનાડના વોક વેનો શારીરિક અક્ષમતાવાળા લોકો લાભ લઈ શકે તે માટે લિફ્ટ્સ અથવા એલિવેટર્સ.
નિયમિતપણે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શક્ય બનાવવા માટે યોગ્ય સ્થળોએ ઘાટ.
બોટિંગ સ્ટેશન સહિત બોટિંગની સુવિધા.
નિયમિત અંતરે જાહેર શૌચાલયો.
કોંક્રીટયુક્ત ફ્લોરિંગ જેથી ચાલવામાં, દોડવામાં અને સાઇકલ ચલાવવામાં સરળતા રહે.
નદીને કાંઠે તથા નદીને સમાંતર સુરક્ષિત બેઠક વ્યવસ્થા.
વોક વે પર એકસમાન અંતરે લાઇટિંગની વ્યવસ્થા.
વોક વે પર એકસમાન અંતરે વૃક્ષારોપણ.
વૃક્ષોની આસપાસ ગોળાકાર કોંક્રીટ બેઠકની સગવડ અને નિયમિત અંતરે કચરાપેટીની વ્યવસ્થા.
નિયંત્રિત અને આયોજનબદ્ધ વેચાણ પ્રવૃત્તિઓ માટે નિયમિત અંતરે પ્લેટફોર્મ્સ.
પ્રવેશ – નિકાસ, સમય અને કટોકટીની પરિસ્થિતીના વ્યવસ્થાપન માટે સુરક્ષા વ્યવસ્થા.

Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×