ઉદ્યાન અને પ્લાઝા

આ પ્રોજેક્ટ હેઠળ આશરે સિત્તેર હેક્ટર, એટલે કે પુનઃપ્રાપ્ત કરેલ જમીનમાંની લગભગ ચોથા ભાગ (26%) ની જમીનનો ઉપયોગ શહેરની મધ્યમાં સાર્વજનિક જગ્યાના સર્જન માટે કરવામાં આવેલ છે. આ ખુલ્લી જગ્યાઓમાં જાહેર ઉદ્યાનો અને બગીચાઓથી લઈને આચ્છાદિત પ્લાઝા અને શહેરી જંગલોનો સમાવેશ થાય છે. આ ઉદ્યાનો આસપાસના વિસ્તારની જીવનશૈલીમાં સુધારો કરશે અને શહેરને ખાસ જરૂરી એવી હરિયાળી અને ગીચ બંધિયાર વાતાવરણમાંથી રાહત આપશે. બીજી બાજુ પ્લાઝા, સામાજિક મેળાવડા અને અનૌપચારિક પ્રવૃત્તિઓ માટે સાર્વજનિક જગ્યા પૂરી પાડશે.
Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×