સંગઠન

મે,1997માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (અ.મ્યુ.કો.) ઇન્ડિયન કંપનીઝ એક્ટ, 1956 ની કલમ 149(3) હેઠળ ખાસ હેતુ વાહન (SPV)તરીકે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ની સ્થાપના કરી. SRFDCLને રિવરફ્રન્ટનાં નિર્માણ, સારસંભાળ,સંચાલન અને સ્થળાંતર (BOMT)ના આધારે રિવરફ્રન્ટનાં વિકાસની જવાબદારીનાં વિશ્વાસ સાથે રૂ.9 કરોડની આરંભિક મૂડી ફાળવવામાં આવી હતી. મ્યુનિસિપાલિટીની નિર્ણય પ્રક્રિયામાં થતો વિલંબ અટકાવવા માટે SPV મોડેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નદીનાં પટની જમીન, કે જે મૂળભૂત રીતે ગુજરાત સરકારની માલિકીની હતી, તેને અ.મ્યુ.કો.ને તબદીલ કરવામાં આવી હતી. બદલામાં અ.મ્યુ.કો.એ આ પુનઃપ્રાપ્ત કરેલ જમીનનાં વિકાસનાં અધિકારો SRFDCLને આપ્યા હતા.
Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×