પર્યાવરણને લગતા સુધારા

નીચેના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પર્યાવરણમાં સમગ્રપણે સુધારા માટેના આવશ્યક પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે:

ધોવાણ અને પૂરમાં ઘટાડો
જળવિજ્ઞાન અને જળશક્તિના વિગતવાર વિશ્લેષણને આધારે પૂર સામે રક્ષણ, નદીકાંઠાની સુરક્ષા અને નદી પ્રશિક્ષણ માટેની યોજનાઓ નક્કી કરવામાં આવી છે. જળમાર્ગ માટે ઓછામાં ઓછી 263 મીટરની પહોળાઈ પસંદ કરીને અમલ કરવામાં આવી છે. 

સુએજ ડાયવર્ઝન
સુએજના પાણીના નિકાલ અને ઔદ્યોગિક પ્રવાહી વડે થતું નદીનું પ્રદૂષણ અટકાવવા માટે,ઇન્ટરસેપ્ટર ગટરો સાથેની પ્રદૂષિત પાણીના નિકાલ માટેની સુગ્રથિત ગટરવ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. 

પાણીનો સંગ્રહ અને રિચાર્જ
સાબરમતી બારમાસી નદી ન હોવાને કારણે,વર્ષ દરમિયાન નદીમાં પાણીના વ્યવસ્થાપન અને સંગ્રહ માટેની વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે. નદીમાં પાણી જાળવી રાખવાને કારણે આનંદ પ્રમોદને લગતી પ્રવૃત્તિઓની સાથે સાથે ભૂગર્ભજળને રિચાર્જ કરવામાં પણ સહાયતા મળશે.


Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×