સુવિધાઓ

પુરાંત દ્વારા પુનઃ પ્રાપ્ત કરેલ જમીન પર ખાસ જરૂરિયાતવાળા વર્ગો માટે ઘણી નવી જાહેર સુવિધાઓ ઊભી કરવામાં આવી ચુકી છે.

જૂના સ્થળની પાસે એક કાયમી જગ્યામાં પરંપરાગત “રવિવારી” બજાર માટે રિવરફ્રન્ટ માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બજારમાં ખાસ ડિઝાઇન કરેલ સ્ટોલ્સ અને વ્યાવસાયિક લેવડ દેવડ માટે 1,641 પ્લેટફોર્મ, બેઠક વ્યવસ્થા, ચાલવા માટે ખાસ બનાવેલ ફરસબંધી માર્ગો, ફૂડ કોર્ટ્સ, પરિવહન માટેની જગ્યા, યોગ્ય પાર્કિંગ અને 4 જાહેર શૌચાલયોની સુવિધા ઊભી કરવામાં આવેલ છે. 800 થી વધુ વૃક્ષોનું વાવેતર જાહેર વિસ્તારોમાં કરવામાં આવેલ છે.

રિવરફ્રન્ટ પર એક્ઝિબિશન સેન્ટર ખાતે વ્યાપાર-વેચાણને લગતી વૈશ્વિક કક્ષાની સુવિધાઓ સાથે આયોજન કરવામાં આવેલ છે.

ઇવેન્ટ્સ ગ્રાઉન્ડ સ્થાનિક અને રાષ્ટ્રીય મહત્વના કાર્યક્રમોના આયોજન માટે સ્થળ પૂરું પાડે છે.

ધોબીઘાટ (લૉન્ડ્રી કેમ્પસ) નદીકાંઠાનો વ્યાવસાયિક રીતે કપડાં ધોવા માટે ઉપયોગ કરતાં ધોબી સમાજ માટે સુવિધાઓ પૂરી પાડે છે.

પ્રોજેક્ટની આખી લંબાઈ સાથે આઉટડોર વેન્ડીંગ વિસ્તાર આવેલ છે, રસ્તા પરના ફેરિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી તેઓ પણ આ પ્રોજેક્ટનો લાભ લઇ શકે. 


Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×